સતત સંપર્કની સાઇડ-ઇફેક્ટ્સ કેવી રીતે અટકાવવી? (ભાગ-3)
શબ્દોને પકડી નહીં રાખો. વાતનુ્ં વતેસર નહીં કરો. જ્યારે અમુક લોકો લાંબો સમય સુધી સાથે રહે, ત્યાંરે એકબીજા વચ્ચેના એમના સંવાદ-કોમ્યુનિકેશનથી અમુક તકલિફો ઊભી થઇ શકે છે. કોઇકના બોલેલા શબ્દોથી બીજાને ખરાબ લાગી જાય, એ એનો ઊંધો અર્થ કાઢે અને પછી વાતનું વતેસર થાય, એવું બને. આવે વખતે સંવાદ માથાકૂટમાં પરિવર્તિત ન થાય એનું ધ્યાન…