Close
અમદાવાદમાં માર્કેટિંગ કન્સલ્ટીંગ સેવાઓ

લોક-ડાઉનમાં કુતૂહલને અન-લોક કરો…!

અમારું ઘર રેલ્વે ટ્રેકની ખૂબ નજીક છે, એટલે સામાન્ય દિવસોમાં લગભગ દર બીજી મિનિટે એક લોકલ કે બહારની ટ્રેન પસાર થવાનો અવાજ આવતો જ રહે.

આપણા જીવનની એક વાસ્તવિકતા હોય છે કે જે અનુભવ આપણને દરરોજ થતો હોય, એની બહુ નોંધ આપણે લેતા નથી. જાણે કે એની આદત પડી જાય છે…! ઘાટકોપરમાં અમુક ઘરોમાં પ્લેનના લેન્ડીંગનો ભયંકર અવાજ અમુક મિનિટે સંભળાતો હોય છતાં પણ રહેવાસીઓને એનાથી બહુ ખલેલ પહોંચતી નથી. એ જ રીતે, ટ્રેનોનો અવાજ અમારા દૈનિક જીવનનો એક ભાગ બની ગયો છે. એનાથી ડિસ્ટર્બ નથી થવાતું.

પરંતુ છેલ્લા ચારેક દિવસથી ટ્રેક શાંત થઇ ગયા છે. હવે બહુ ટ્રેનો આવતી નથી. મુંબઇની લાઇફલાઇન એવી લોકલ ટ્રેન પણ થંભી ગઇ છે.

એવામાં, હમણાં એક ટ્રેન પસાર થઇ…!
બાળપણનું કુતૂહલ ૪૦-૪૫ વર્ષ બાદ અચાનક જ જાગીને દોડીને બારી પાસે પહોંચી ગયું. માત્ર ચાર ડબ્બાની એક નાની ટ્રેન પસાર થઇ. ટ્રેનને શાંતિંથી જોવાની મજાનું એક્શન-રી-પ્લે ચાર દાયકા બાદ થયું.

રોજિંદા જીવનના લોક-ડાઉનમાં પસાર થતી ટ્રેનને રસપૂર્વક જોવાનું બાળપણ અન-લોક થયું…!

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3lXzVDu

#Gujarati #Blog #Motivation #inspiration #પ્રેરણા #મોટીવેશન

Leave a Reply