Close

તમે કેટલા જવાબદાર છો?

ગુજરાતી ડ્રામામાં અનેકવાર જોયું છે કે એમાંના પુરુષ પાત્રને સવારે કામ પર જતી વખતે એનું વોલેટ, મોબાઇલ, કાર કે બાઇકની ચાવી, બેલ્ટ કે શૂઝ વગેરે નથી મળતાં. આગલા દિવસે એણે એ બધું ક્યાંક આડુંઅવળું મૂકી દીધું હોય અને દરરોજ એની પત્ની એને આ બધું શોધી આપે. ડ્રામામાં તો કોઇકે લખેલું હોય અને ડાયરેક્ટરે સમજાવ્યું હોય…

સંજય શાહ બિઝનેસ કોચ Sanjay Shah SME Business Coach

લાંબું અને સફળ જીવન જીવવું છે?

તો ઈર્ષ્યા, અદેખાઈને તિલાંજલિ આપી દો. બીજાનું સુખ આપણને દુ:ખી શું કામ કરવું જોઇએ? નાની મોટી વાતોથી ચીડાવાને બદલે નાની નાની વાતોમાંથી પણ આનંદ શોધવાનુ્ં શીખી લો. આવક કરતાં ખર્ચને વધવા નહીં દો. ઉધારની મજા કરતાં મર્યાદાની મસ્તી માણો. સમસ્યાઓના સાગરની વચ્ચોવચ્ચ સ્મિતનો એક સુંદર ટાપુ લીલોછમ રાખો. ગમે તે થાય, કંઇ પણ આપણા હાસ્યને…

આપણે કોઇ લક્ષ્ય કેમ રાખવું જોઇએ?

કંઇક હાંસલ કરવા માટે ગોલ સેટ કરવો જોઇએ કે નહીં, એ વિશે ઘણી વખત વિવાદ થતો રહે છે. ગોલ સેટ કર્યા પછી પણ મોટે ભાગે એ લક્ષ્ય હાંસલ નથી થતું હોતું અને બીજી બાજુ જેણે કોઇ ગોલ સેટ ન કર્યો હોય, એવાં લોકો પણ અનેકગણી સિદ્ધિઓ હાંસલ કરી જતાં હોય છે. તો આપણે લક્ષ્ય રાખવું…

સુરતમાં શ્રેષ્ઠ માર્કેટિંગ કન્સલ્ટન્ટ

તમારાં જીવનની ત્રણ સૌથી મહત્ત્વની પસંદગીઓ

જીવનમાં  ડગલે ને પગલે આપણને અનેક પસંદગીઓ કરવી પડતી હોય છે. અને જીવનના દરેક તબક્કે આપણે જે અસંખ્ય પસંદગીઓ કરી હોય છે, એના પરથી જ આપણું જીવન ઘડાતું હોય છે. આવી અસંખ્ય પસંદગીઓમાંથી ત્રણ પસંદગીઓ સૌથી વધારે મહત્ત્વની હોય છે. આ ત્રણ પસંદગીઓની આપણા જીવનની આકૃતિના આકાર પર સૌથી વધારે અસર પડતી હોય છે. આ…

સુરતમાં બિઝનેસ કન્સલ્ટન્સી સેવાઓ

એમેઝોન પાસેથી શીખવા જેવું: ધંધાની સફળતા માટે કંઇ પણ કરી છૂટો…

એમેઝોનની શરૂઆતના દિવસોની વાત છે. એમેઝોનની શરૂઆતમાં એ કંપની માત્ર બુક્સ વેચતી. પણ હમણાં જેટલું વિશાળ કલેક્શન એની પાસે નહોતું અને તેઓ પોતાની સાઇટ પર બતાવેલી હોય એવી બધી બુક્સ સ્ટોકમાં પણ નહોતા રાખતા. એ વખતે વેબસાઇટ પર કોઇ કસ્ટમર બુક ઓર્ડર કરે, તો એમેઝોન કસ્ટમરને ૪-૫ દિવસ પછી ડિલિવરી મોકલવાનું પ્રોમિસ કરે. પોતાની પાસે…

સુરતમાં બિઝનેસ કોચ

દાબેલીની બ્રાંડ બનાવવી છે? તો દાબેલી પર ધ્યાન આપો.

મારું જન્મ સ્થળ માંડવી (કચ્છ) છે. હા, દાબેલી (ડબલરોટી) અને મારું જન્મ સ્થાન એક જ છે, અરબી સમુદ્રના કિનારે વસેલું એક નાનકડું, સુંદર, શાંત નગર, જે દાબેલી ઉપરાંત હવે વિંડ ફાર્મ માટે પણ જાણીતું થયું છે. હું નાનો હતો ત્યારે અમારા માંડવીમાં બે જાણીતા દાબેલીવાળા હતા. દાબેલી બનાવવાની બંનેની આગવી પદ્ધતિ હતી. બંનેની દાબેલીનો સ્વાદ…

સુરતમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ

જીવનમાં આપણને જે જોઈએ છે, એ નથી મળતું.

જીવનમાં આપણને જે જોઈએ છે, એ નથી મળતું. આપણે જે મેળવવા કોશિશ કરીએ છીએ, એ જ આપણને મળે છે. એમ કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. વાસ્તવિકતામાં… મન હોવા ઉપરાંત મહેનત હોય, તો જ માળવે પહોંચાય. મન હોય, પણ મહેનત ન કરીએ તો માળવે જવાની ઇચ્છા મનમાં જ રહી જાય. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3ApOLGP

સુરતમાં શ્રેષ્ઠ બ્રાન્ડીંગ કન્સલ્ટન્ટ

ઉત્તમ દાન કોને કહેવાય?

કોઇ પણ જાતની પબ્લિસીટીની અપેક્ષા વગર કરાતું દાન એ જ ઉત્તમ દાન છે. તકતી પર નામ લખાવવાની શરતે… ક્યાંક ફોટો-ફ્રેમ મુકાવવાની શરતે… કોઇક સુવેનિયરમાં ફોટો છપાવવાની શરતે… કોઇક બોર્ડ પર દાન આપનારાઓની યાદીમાં નામ લખાવવાની શરતે… છાપામાં કે સોશિયલ મિડિયામાં એની નોંધ લેવાય એવી અપેક્ષા સાથે… આવી દરેક રીતે કે જેમાં દાન આપવાની સામે પ્રસિદ્ધિ…

અમદાવાદમાં શ્રેષ્ઠ માર્કેટિંગ કન્સલ્ટન્ટ

સાચી તાકાત કોને કહેવાય?

ઘારો કે આપણે કોઇક સાથે કોઇ એક બાબતે ચર્ચા કરીએ છીએ. થોડી વારમાં એવું થાય છે, કે એ બાબતે આપણો અને એમનો અભિપ્રાય ભિન્ન લાગવા માંડે છે. એ ચર્ચા દલીલબાજીમાં પરિણમે છે. આપણી અસહમતીઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. આવા વખતે, આપણા અભિપ્રાયો ભિન્ન હોવા છતાં, આપણે એકબીજાથી સહમત ન થતા હોઇએ છતાં પણ જો…

અમદાવાદમાં બિઝનેસ કન્સલ્ટીંગ સેવાઓ

આપણી આવતીકાલનું સર્જન આપણે જ કરવાનું હોય છે.

આપણી આજ તો આવી જ પહોંચી હોય છે. એ જેવી હોય, એવી આપણે સ્વીકારવાની હોય છે. આપણા આજના સંજોગો વિશે આપણી પાસે બહુ ચોઇસ નથી હોતી. પરંતુ આપણી આવતીકાલ વિશે આપણી પાસે બે ચોઇસ હોય છે. પહેલા વિકલ્પમાં, આપણને આવતીકાલની ચિંતા હોઇ શકે.આપણી આવતીકાલની આકૃતિ કેવી હશે, એ જાણવાની તાલાવેલીને કારણે એ આવનારી કાલ ઉદ્વેગભરી…