Close
અમદાવાદમાં બિઝનેસ કોચ

સતત ચાલતાં રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો…

ભ્રમણ એ સૃષ્ટિનો નિયમ છે. આપણી પૃથ્વી,  આખાં  બ્રહ્માંડના બધા ગ્રહો અને ઉપગ્રહોથી માંડીને બધું જ સતત ચાલતું-ફરતું-ભમતું રહે છે. આપણે પણ સૃષ્ટિના આ નિયમને અનુસરવો જ જોઇએ. આપણું શરીર જો હલનચલન બંધ કરી દે, તો એ નબળું પડતું જાય, એનું વજન વધી જાય. શરીરને  સતત ચાલવાની આદત પાડો. સક્રિય રહો. પ્રવૃત્તિમય રહો. તમારા શરીરને માફક …

અમદાવાદમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ

બધું પાર્ટ-ટાઇમ ન થઇ શકે

  આ ગીગ-ઇકોનોમીનો સમય છે. થોડાક સમયમાં પોતાની આવડત અનુસારનું કંઇક કામ કરીને લોકો પોતાને જોઇતી આવક રળી લે છે.   આજે બધાંએ ફૂલ-ટાઇમ કામ કરવું જરૂરી નથી. પાર્ટ-ટાઇમ કે ફ્રી-લાન્સીંગ ચાલી જાય છે. આપણે પાર્ટ-ટાઇમ નોકરી કરી શકીએ. સાઇડ ઇન્કમ ઊભી કરવા પાર્ટ-ટાઇમ કોઇક નાનો-મોટો ધંધો કે વ્યવસાય કરી શકીએ. આપણે પાર્ટ-ટાઇમ સમાજસેવા કરી…

રાજકોટમાં શ્રેષ્ઠ બિઝનેસ કન્સલ્ટન્ટ

શિખર પર પહોંચવા હાલના પગલા પર સો ટકા ધ્યાન આપો…

એવું કહેવાય છે કે ધીરૂભાઇ અંબાણી પેટ્રોલ પંપ પર નોકરી કરતી વખતે ગાડીઓમાં પેટ્રોલ ભરતા ત્યારે પોતાની પેટ્રોલ-ડિઝલની રીફાઇનરી ખોલવાના સપનાં જોતા. આ કેટલું સાચું છે અને એ વખતે જ એમના મગજમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાની બ્લ્યુપ્રિન્ટ રેડી હતી કે નહીં એ તો એમના નજીકના કોઇ લોકો જ જાણતા હશે. પરંતુ મોટે ભાગે લોકોના જીવનમાં…

અમદાવાદમાં બિઝનેસ કન્સલ્ટન્સી સેવાઓ

ભવિષ્યને ભૂતકાળની બેડીઓથી મુક્ત કરો

નોકરી-ધંધામાં અને જીવનમાં એ દરેક ક્ષણ જ્યારે આપણે ભૂતકાળને વાગોળવામાં, એના પર અફસોસ કરવામાં, જે થયું એના પર બળાપો કાઢવામાં, એના વિશે વિચારવામાં વિતાવીએ છીએ, એ દરેક ક્ષણ આપણે આજને માણવામાંથી અને આવતીકાલનો વિચાર કરવામાંથી ગુમાવીએ છીએ. આપણો ભૂતકાળ ગમે તેટલો ભવ્ય હોય, છતાં પણ આપણી ગઇકાલની સફળતા આવતીકાલની ગેરંટી નહીં આપી શકે. આપણે જો…

અમદાવાદમાં બિઝનેસ કોચ

કોઇ એક માણસનો પગાર વધે, તો એને મેચ કરવા બધા જૂના માણસોનો પગાર વધારવો જોઇએ?

ધારો કે તમારા સ્ટાફમાંના કોઇ એક સ્ટાર માણસને બીજે ક્યાંક જોબની ઓફર મળે, એને અહીં કરતાં વધારે સારું પેકેજ ઓફર થાય, તો એને તમારી નોકરી છોડીને જતો રોકવા માટે તમે એને મળેલી ઓફર જેટલો જ પગાર એને કરી આપો છો. હવે, એક માણસનો પગાર વધ્યો એટલે તમારા બીજા જૂના પણ એવરેજ કક્ષાના માણસોની અપેક્ષાઓ જાગી…

કમ્પીપીટર પર નહીં, કસ્ટમર પર ફોકસ કરો

ધંધામાં ક્યાં સુધારો કરવો જરૂરી છે, એ સમજવા માટે ક્યાંક ધ્યાન આપવું હોય, તો તમારા કસ્ટમર પર આપો, તમારા હરિફ-કમ્પીટીટર પર નહીં. હરિફ પર ધ્યાન આપીને તમે જે કંઇ સુધારા વધારા કરશો, એ અંતે તો એની નકલ જ હશે, અથવા તો એના જેવું કે એનાથી થોડું ઘણું અલગ હશે. માત્ર હરિફો પર ફોકસ રાખવાથી તમારા…

પ્રસ્તુત છે, તમારો ઓનલાઇન બિઝનેસ કોચ

પ્રસ્તુત છે, તમારો ઓનલાઇન બિઝનેસ કોચ GujaratiBusinessGuide.com ધંધાર્થીઓને બિઝનેસ મેનેજમેન્ટ તથા વિકાસના માર્ગે આવતી ચેલેન્જીસના સોલ્યુશન્સ અને માર્ગદર્શન ગમે ત્યાં, ગમે ત્યારે મલ્ટી મિડિયા માધ્યમે મળી રહે એ આશયથી અમે આ વેબસાઇટ શરૂ કરી છે. મોબાઇલ-ટેબ પર પણ આ વેબસાઇટ આસાનીથી જોઇ શકાશે. આપ ઇ-મેલ IDથી રજીસ્ટ્રેશન કરીને એની ફ્રી મેમ્બરશીપનો લાભ લઇ શકો છો.…