Close
અમદાવાદમાં બિઝનેસ કોચ

સતત ચાલતાં રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો…

ભ્રમણ એ સૃષ્ટિનો નિયમ છે. આપણી પૃથ્વી,  આખાં  બ્રહ્માંડના બધા ગ્રહો અને ઉપગ્રહોથી માંડીને બધું જ સતત ચાલતું-ફરતું-ભમતું રહે છે.
આપણે પણ સૃષ્ટિના આ નિયમને અનુસરવો જ જોઇએ.
આપણું શરીર જો હલનચલન બંધ કરી દે, તો એ નબળું પડતું જાય, એનું વજન વધી જાય.
શરીરને  સતત ચાલવાની આદત પાડો. સક્રિય રહો. પ્રવૃત્તિમય રહો. તમારા શરીરને માફક  આવે એવી કસરત નિયમિત કરો. શક્ય હોય, તો તમારાં હૃદયના ધબકારા વધે એવી  નિયમિત કસરત કે કોઇ સ્પોર્ટ રમવાની આદત રાખો.
આપણું  મગજ પણ સતત ચાલતું રહેવું જોઇએ. એનો વપરાશ ન થાય, તો એને પણ કાટ લાગી જાય,  વિચારશક્તિ ઓછી થઇ જાય, યાદદાસ્ત ઓછી થવા માંડે. એને પણ વ્યસ્ત રાખો.  એમાં નવા વિચારો નિયમિતપણે પ્રવેશતા  રહે એ જુઓ. સતત નવું નવું શીખતા  રહો. વાંચવાની આદત વિકસાવો. માનસિક સ્વાસ્થ્યની કસોટી કરે એવા કોયડાઓ,  ક્રોસવર્ડ, સુડોકુ વગેરે સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરતા રહો.
તમારી  અંદરની પ્રતિભાને ખીલવવા માટે પણ એની અભિવ્યક્તિ થતી રહેવી જોઇએ. જો એ  બહાર નહીં આવે, તો કરમાઈ જશે અને તમારી અંદર ક્ષમતા હોવા છતાં કંઇ કરી ન  શકાયું એનો વસવસો રહ્યા કરશે.
આપણને  જે સમય મળે છે, એને જો આપણે વેડફી નાખીએ, કંઇ કામનું કરીએ, તો સતત  ચાલતા સમયની સાથે કદમ મિલાવીને આપણે ચાલી શક્યા, આપણે અર્થ વગરની  પ્રવૃત્તિમાં અટકી ગયા, તો આપણને સમય સાચવી શકવાનો અફસોસ થશે. સમયની સાથે  ચાલતા રહો. અટકો નહીં.
કોઇ  પણ મશીન ચાલતું રહે ત્યાં સુધી બરાબર. એ અટકે પછી એને વેળાસર ફરી ચાલુ  કરવામાં ન આવે, તો એ ધીરે ધીરે જામ થતું જાય છે. અમુક સમય પછી એને પુનઃ  ચાલુ કરવું મુશ્કેલ બની જાય છે.
કોઇ પણ વસ્તુ પડી પડી સડે છે, કટાય છે, ક્ષીણ થતી જાય છે, નાશ પામવા માંડે છે.
માણસ પણ.
સતત ચાલતા રહેવું, પ્રવૃત્ત રહેવું, વ્યસ્ત રહેવું મસ્ત રહેવા માટેનો મંત્ર છે.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3lNb6Ka

Leave a Reply