Close

શબ્દોના શણગારથી સજાવો તમારો વેપાર: માર્કેટિંગની એક અનોખી કળા

માર્કેટિંગ માત્ર શુષ્ક માહિતી આપવાની પ્રવૃત્તિ નથી; તે તો તમે તમારી વાતને કેવા સુંદર વાઘા પહેરાવીને રજૂ કરો છો, તેનું એક અદભુત વિજ્ઞાન છે. આ વાતને એક નાનકડા ઉદાહરણના તાંતણે સમજીએ. કલ્પના કરો કે બે વેપારીઓ કસબીઓએ કંડારેલી પ્રીમિયમ સાડીઓનો વ્યાપાર કરે છે. બંને પોતાના શો-રૂમમાં વેચાણનું “સેલ” રાખે છે. ગ્રાહકોને આમંત્રવા પહેલો વેપારી બધે…

Sanjay Shah, SME Business Coach

સોશિયલ પ્રુફ: ગ્રાહકનું મન જીતવાની જાદુઈ ચાવી

ગ્રાહકો ખરેખર શું ખરીદવાનું પસંદ કરે છે? માર્કેટિંગની દુનિયામાં એક જાણીતું સત્ય છે: “લોકો તે નથી ખરીદતા જે કંપનીઓ તેમને વેચવા માગે છે; લોકો તે ખરીદે છે જે તેમને બીજા લોકો વાપરતા દેખાય છે.” આ સાયકોલોજીકલ પ્રોસેસને માર્કેટિંગની ભાષામાં ‘સોશિયલ પ્રુફ’ કહેવામાં આવે છે. જ્યારે કોઈ સંભવિત ગ્રાહક જૂએ છે કે અન્ય લોકો કોઈ પ્રોડક્ટનો…

તમારી બ્રાન્ડને ચીલાચાલુ પ્રણાલીનો શિકાર ન બનવા દો

હમણાં દિવાળી આવશે. અનેક ધંધાઓ પોતાના ગ્રાહકોને, સપ્લાયરોને, ઓળખીતાંઓને ડિજિટલ ગ્રીટિંગ કાર્ડ મોકલશે. કેમ? કેમ કે આપણા જેવા બધાંય ધંધાઓ દરેક તહેવારમાં એવું કરે છે, એટલે આપણે પણ કરવાનું. કેમ કે આવા કાર્ડ ડિઝાઇન કરાવીને ફટાફટ મોકલી દેવાનો ચીલો પડી ગયો છે. કેમ કે ડિજિટલ ગ્રીટિંગ કાર્ડ મોકલવું સહેલું છે. પણ એ સાથે એ પણ…