Close
અમદાવાદમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ

બધું પાર્ટ-ટાઇમ ન થઇ શકે

 

આ ગીગ-ઇકોનોમીનો સમય છે.
થોડાક સમયમાં પોતાની આવડત અનુસારનું કંઇક કામ કરીને લોકો પોતાને જોઇતી આવક રળી લે છે.
 
આજે બધાંએ ફૂલ-ટાઇમ કામ કરવું જરૂરી નથી. પાર્ટ-ટાઇમ કે ફ્રી-લાન્સીંગ ચાલી જાય છે.
આપણે પાર્ટ-ટાઇમ નોકરી કરી શકીએ.
સાઇડ ઇન્કમ ઊભી કરવા પાર્ટ-ટાઇમ કોઇક નાનો-મોટો ધંધો કે વ્યવસાય કરી શકીએ.
આપણે પાર્ટ-ટાઇમ સમાજસેવા કરી શકીએ.
આપણે પાર્ટ-ટાઇમ કોઇ શોખ વિકસાવી શકીએ.
આપણે પાર્ટ-ટાઇમ સ્ટુડન્ટ કે ટીચર બની શકીએ.
 
પરંતુ અમુક બાબતોમાં પાર્ટ-ટાઇમ ન ચાલે.
આપણી પ્રામાણિકતા પાર્ટ-ટાઇમ ન હોઇ શકે. આપણે ફૂલ-ટાઇમ ઇમાનદાર રહેવું જ પડે.
આપણું શિસ્તપાલન પાર્ટ-ટાઇમ ન ચાલે. એ હરહંમેશનું હોવું જોઇએ.
કોઇ પણ દેશ, કંપની કે વ્યક્તિ પ્રત્યેની આપણી વફાદારી પાર્ટ-ટાઇમ ન ચાલે. એ 100 ટકા,  ફૂલ-ટાઇમ જ હોવી જોઇએ.
ખાવા-પીવામાં અને કસરત કરવામાં પોતાના સ્વાસ્થ્ય પ્રત્યેનું ધ્યાન પાર્ટ-ટાઇમ ન ચાલે, એના પર સતત ધ્યાન આપવું જ પડે.
 
ઇન્કમ ઊભી કરવામાં પાર્ટ-ટાઇમ ચાલે.
જીવનના ઘડતરમાં પાર્ટ-ટાઇમને અવકાશ નથી.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3ArzGUZ

Leave a Reply