Close
રાજકોટમાં મેનેજમેન્ટ કન્સલ્ટીંગ સેવાઓ

માણસની મજબૂરી સમજો…

માણસની મજબૂરી સમજો
એક વાર એક શેઠ બપોર બાદ કંપનીમાં રાઉન્ડ મારવા નીકળ્યા. એમાં એક જણ ખુરશી પર આંખો બંધ રાખીને સૂતો દેખાયો. શેઠ ભડકી ગયા. જાહેરમાં બધાની સામે એનો ઉધડો લઇ લીધો. બૂમાબૂમ કરી નાખી:
“તમને લોકોને પગાર શેનો આપું છું? અહીં સુવા માટે આવો છો? કામ નથી કરવું. ખાલી જલસા જ કરવા છે?”
પેલો માણસ છોભીલો પડી ગયો. શેઠ ગુસ્સામાં જતા રહ્યા. પણ એની આજુબાજુના બધા સહકર્મચારીઓ અપસેટ થઇ ગયા.
એમને ખબર હતી કે પેલા માણસનું કોઇ ફેમિલી મેમ્બર હોસ્પિટલમાં દાખલ હતું. રાત્રે એણે હોસ્પિટલમાં સુવા જવું પડતું, એટલે એની ઊંઘ બરાબર થતી નહીં. આને કારણે બપોરે એને ઝોકાં આવી જતા.
બાકીના સ્ટાફ મેમ્બરોને જે વાતની ખબર હતી, એની બોસને બિલકુલ ખબર જ નહોતી.
દરરોજ જે માણસ બરાબર કામ કરતો હોય, એ એક દિવસ કંઇક અલગ કરતો દેખાય કે અપસેટ દેખાય, તો શાંતિથી એકલા બોલાવીને સમજો કે શું કારણ છે.
ગુસ્સાવાળા ડાયલોગથી આખી ટીમ અપસેટ થશે, એ વિચારીને કે “અમારા બોસને અમારી જિંદગીની મજબૂરીઓનું જરાય ભાન નથી.”

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3meG66i

Leave a Reply

%d bloggers like this: