Close
સુરતમાં શ્રેષ્ઠ બ્રાન્ડીંગ કન્સલ્ટન્ટ

ઉત્તમ દાન કોને કહેવાય?

કોઇ પણ જાતની પબ્લિસીટીની અપેક્ષા વગર કરાતું દાન એ જ ઉત્તમ દાન છે. તકતી પર નામ લખાવવાની શરતે… ક્યાંક ફોટો-ફ્રેમ મુકાવવાની શરતે… કોઇક સુવેનિયરમાં ફોટો છપાવવાની શરતે… કોઇક બોર્ડ પર દાન આપનારાઓની યાદીમાં નામ લખાવવાની શરતે… છાપામાં કે સોશિયલ મિડિયામાં એની નોંધ લેવાય એવી અપેક્ષા સાથે… આવી દરેક રીતે કે જેમાં દાન આપવાની સામે પ્રસિદ્ધિ…

અમદાવાદમાં શ્રેષ્ઠ માર્કેટિંગ કન્સલ્ટન્ટ

સાચી તાકાત કોને કહેવાય?

ઘારો કે આપણે કોઇક સાથે કોઇ એક બાબતે ચર્ચા કરીએ છીએ. થોડી વારમાં એવું થાય છે, કે એ બાબતે આપણો અને એમનો અભિપ્રાય ભિન્ન લાગવા માંડે છે. એ ચર્ચા દલીલબાજીમાં પરિણમે છે. આપણી અસહમતીઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. આવા વખતે, આપણા અભિપ્રાયો ભિન્ન હોવા છતાં, આપણે એકબીજાથી સહમત ન થતા હોઇએ છતાં પણ જો…

અમદાવાદમાં બિઝનેસ કન્સલ્ટીંગ સેવાઓ

આપણી આવતીકાલનું સર્જન આપણે જ કરવાનું હોય છે.

આપણી આજ તો આવી જ પહોંચી હોય છે. એ જેવી હોય, એવી આપણે સ્વીકારવાની હોય છે. આપણા આજના સંજોગો વિશે આપણી પાસે બહુ ચોઇસ નથી હોતી. પરંતુ આપણી આવતીકાલ વિશે આપણી પાસે બે ચોઇસ હોય છે. પહેલા વિકલ્પમાં, આપણને આવતીકાલની ચિંતા હોઇ શકે.આપણી આવતીકાલની આકૃતિ કેવી હશે, એ જાણવાની તાલાવેલીને કારણે એ આવનારી કાલ ઉદ્વેગભરી…

વડોદરામાં શ્રેષ્ઠ માર્કેટિંગ કન્સલ્ટન્ટ

સાચું માન, ખરેખરો આદર કોને મળે છે?

આપણું સ્ટેટસ, આપણા મોભાને સાબિત કરવાની દરેક કોશિશ અજાણપણે આપણા  આંતરિક ખાલીપાને રજૂ કરતી હોય છે. આપણા વજૂદની સાબિતી બહારથી મળે, એના પર બીજા કોઇકની શાબાશીની મહોર લાગે એવી ઇચ્છાનો મતલબ જ એ છે કે આપણે અંદરથી અસલામતીનો અનુભવ કરી રહ્યા છીએ અને બહારથી, બીજાં પાસેથી કંઇક પ્રોત્સાહન મળે એવી ઝંખના કરીએ છીએ. સતત પોતાનું…

વડોદરામાં શ્રેષ્ઠ બિઝનેસ કોચ

સંતાનોની ક્ષમતાને પૂરી ખીલવા દો.  એમની રિસ્ક ટેકીંગ એબિલિટી ન ઘટાડો

આપણા સંતાનોને પોતાની કારકિર્દી પસંદ કરવામાં આપણાથી કેવી રીતે અજાણપણે દબાણ અપાઇ જાય છે, અને એનાથી એમની કરિયરના વિકાસની શક્યતાઓ કેવી રીતે કુંઠિત થઇ જઇ શકે છે, એના વિશે આજે વાત કરીએ. આપણે સંતાનને 20-22 વર્ષ સુધી પાળીએ, પોષીએ, મોટું કરીએ, ભણાવીએ, ગણાવીએ જેથી એ પોતાના પગભર ઊભું રહી શકે અને સ્વતંત્ર રીતે પોતાનું જીવન…

વડોદરામાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ

નવું સગપણ બાંધતાં પહેલાં આ સંબંધ પણ મેચ કરવો જરૂરી છે

એક   છોકરા અને એક છોકરી વચ્ચે જ્યારે સગપણ જોડવાની વાત આવે, ત્યારે બન્ને   પક્ષે સામેના પક્ષ અંગે અમુક તપાસ કરાતી હોય છે. ક્યાંક કુંડળી-જન્માક્ષર   મેળવાય છે, તો ક્યાંક એમની શૈક્ષણિક લાયકાત, ધર્મ, જ્ઞાતિ, ભાષા, સંસ્કાર,   રહેણીકરણી, બ્લડ ગ્રુપ મેચ થાય છે કે નહીં એ જોવાય છે. બન્નેની જોડી બરાબર લાગશે કે નહીં એ ચેક કરવા…

રાજકોટમાં શ્રેષ્ઠ માર્કેટિંગ કન્સલ્ટન્ટ

ભૂલો દરેકથી થાય છે…

પરંતુ દરેક જણ એ ભૂલોમાંથી શીખતું નથી. ક્યારેક આપણે ભૂતકાળમાં કરેલી ભૂલો માટે શરમ અનુભવીએ છીએ. કેટલીકવાર આપણી ભૂતકાળની ભૂલો આપણને બાનમાં જકડી રાખે છે અને આપણને આગળ વધવા નથી દેતી. પસ્તાવો અને અફસોસ આપણને અપંગ બનાવી રાખે છે. આપણે આપણી ભૂતકાળની ભૂલોને આપણને પકડી-જકડી રાખવાની, આપણને આગળ વધવાની દોટમાં પાછળ રાખવાની મંજૂરી ન આપવી…

રાજકોટમાં શ્રેષ્ઠ બિઝનેસ કન્સલ્ટન્ટ

શિખર પર પહોંચવા હાલના પગલા પર સો ટકા ધ્યાન આપો…

એવું કહેવાય છે કે ધીરૂભાઇ અંબાણી પેટ્રોલ પંપ પર નોકરી કરતી વખતે ગાડીઓમાં પેટ્રોલ ભરતા ત્યારે પોતાની પેટ્રોલ-ડિઝલની રીફાઇનરી ખોલવાના સપનાં જોતા. આ કેટલું સાચું છે અને એ વખતે જ એમના મગજમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાની બ્લ્યુપ્રિન્ટ રેડી હતી કે નહીં એ તો એમના નજીકના કોઇ લોકો જ જાણતા હશે. પરંતુ મોટે ભાગે લોકોના જીવનમાં…

રાજકોટમાં શ્રેષ્ઠ બિઝનેસ કોચ

હું કચ્છી છું…

હું કચ્છી છું… અમે દરેક ક્ચ્છીને અમારી કચ્છીયતનું ગૌરવ હોય છે. દરેકને પોતાની ભૂમિનું ગૌરવ હોય. હોવું જ જોઇએ. મને પણ છે. “હું કચ્છી છું” એ અમે ખુશીથી કહીએ છીએ, કેમ કે અમારી આ સૂકી ભૂમિએ અમને જીવનમાં હંમેશાં લાગણીઓની ભીનાશ જાળવી રાખવાનું શીખવ્યું હોય છે. અછત અને અભાવમાં પણ લીલાલહેર શોધવાની કળા આ ધરતીએ…

રાજકોટમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ

આપણા પ્રયત્નો નિષ્ફળ જઇ શકે, આપણે નહીં…

નિષ્ફળ જવાનો મતલબ છે કે આપણા હાલના પ્રયત્નો સફળ ન થયા. આપણા પ્રયત્નો નિષ્ફળ ગયા. નિષ્ફળતાથી હારી જઇએ, તો પ્રયત્નો કરવાની હામ જ ન ભીડી શકીએ. અમેરિકાના ખૂબ જ પ્રખ્યાત બાસ્કેટ બોલ પ્લેયર માઇકલ જોર્ડન, કે જેમણે પોતાની ટીમોને સૌથી વધારે વિજયો અપાવ્યા છે, કહે છે: “હું બધી રમતો જીતી નથી શક્યો, હું પણ ઘણી…