Close
અમદાવાદમાં બિઝનેસ કન્સલ્ટીંગ સેવાઓ

આપણી આવતીકાલનું સર્જન આપણે જ કરવાનું હોય છે.

આપણી આજ તો આવી જ પહોંચી હોય છે. એ જેવી હોય, એવી આપણે સ્વીકારવાની હોય છે. આપણા આજના સંજોગો વિશે આપણી પાસે બહુ ચોઇસ નથી હોતી.

પરંતુ આપણી આવતીકાલ વિશે આપણી પાસે બે ચોઇસ હોય છે.

પહેલા વિકલ્પમાં, આપણને આવતીકાલની ચિંતા હોઇ શકે.
આપણી આવતીકાલની આકૃતિ કેવી હશે, એ જાણવાની તાલાવેલીને કારણે એ આવનારી કાલ ઉદ્વેગભરી હોઇ શકે.
કાલે કંઇક થવાનું છે, એના વિચારોને કારણે અસ્વસ્થતા હોઇ શકે. એ વિચાર આપણને બેચેન રાખી શકે.
આવતી કાલની અમંગળ સંભાવાનાઓ આપણને ભરખી તો નહીં જાય ને? એની ઉત્કંઠા આપણી આજની સ્વસ્થતાને હણી જઇ શકે.
આપણો આવતીકાલનો ઇંતેજાર આપણને આજે વ્યગ્ર રાખી શકે.
આપણી આવનારી કાલને આપણે આવી અળખામણી રીતે ઓળખી શકીએ.
આ એક વિકલ્પ છે.

અથવા તો,
આવતીકાલનો સૂરજ મંગળ સંભાવનાઓ સાથે ઉગશે એ વિશ્વાસ સાથે આપણે એની રાહ જોઇએ.
આજ કરતાં આવતીકાલ વધારે સારી હશે, એ આશા સાથે આપણે આજને વધારે માણી શકીએ.
આવતીકાલની આકૃતિને કલાત્મક બનાવવા માટે આજના ઉત્સાહની પીંછી અને ઉમંગના રંગોને આપણે કામે લગાડી શકીએ.
આવતીકાલને આપણે આવી રળિયામણી સંભાવનાઓમાં પણ સર્જી શકીએ.

આવતીકાલની સંભાવનાઓનું કેનવાસ કોરુંકટ્ટ હોય છે. એમાં શું સર્જન કરવાનું એ આપણે નક્કી કરવાનું હોય છે.
આપણી આવતીકાલ એ આપણા આજના સંકલ્પમાંથી સર્જાઇ શકે.

જેણે આજ આપી છે, એ કાલ પણ સુંદર જ કરી આપશે, એ શ્રદ્ધા સાથે આપણે આવતીકાલ તરફ મીટ માંડી શકીએ.
બસ, આપણને આજ આપનાર ઇશ્વર, એ સુપરપાવર તરફની એ અતૂટ શ્રદ્ધાના સથવારે આપણે આવતીકાલનું સર્જન કરતા રહીએ, તો આવતીકાલ એ પરમાત્માના પ્રસાદ તરીકે બધું શુભ જ આપણા જીવનમાં લાવશે.

આવતીકાલના મંગળ સર્જનની શુભકામનાઓ…

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3ApOLGP

Leave a Reply

%d bloggers like this: