Close
અમદાવાદમાં બિઝનેસ કન્સલ્ટીંગ સેવાઓ

આપણી આવતીકાલનું સર્જન આપણે જ કરવાનું હોય છે.

આપણી આજ તો આવી જ પહોંચી હોય છે. એ જેવી હોય, એવી આપણે સ્વીકારવાની હોય છે. આપણા આજના સંજોગો વિશે આપણી પાસે બહુ ચોઇસ નથી હોતી. પરંતુ આપણી આવતીકાલ વિશે આપણી પાસે બે ચોઇસ હોય છે. પહેલા વિકલ્પમાં, આપણને આવતીકાલની ચિંતા હોઇ શકે.આપણી આવતીકાલની આકૃતિ કેવી હશે, એ જાણવાની તાલાવેલીને કારણે એ આવનારી કાલ ઉદ્વેગભરી…

રાજકોટમાં શ્રેષ્ઠ બિઝનેસ કન્સલ્ટન્ટ

શિખર પર પહોંચવા હાલના પગલા પર સો ટકા ધ્યાન આપો…

એવું કહેવાય છે કે ધીરૂભાઇ અંબાણી પેટ્રોલ પંપ પર નોકરી કરતી વખતે ગાડીઓમાં પેટ્રોલ ભરતા ત્યારે પોતાની પેટ્રોલ-ડિઝલની રીફાઇનરી ખોલવાના સપનાં જોતા. આ કેટલું સાચું છે અને એ વખતે જ એમના મગજમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાની બ્લ્યુપ્રિન્ટ રેડી હતી કે નહીં એ તો એમના નજીકના કોઇ લોકો જ જાણતા હશે. પરંતુ મોટે ભાગે લોકોના જીવનમાં…

અમદાવાદમાં બિઝનેસ કન્સલ્ટન્સી સેવાઓ

ભવિષ્યને ભૂતકાળની બેડીઓથી મુક્ત કરો

નોકરી-ધંધામાં અને જીવનમાં એ દરેક ક્ષણ જ્યારે આપણે ભૂતકાળને વાગોળવામાં, એના પર અફસોસ કરવામાં, જે થયું એના પર બળાપો કાઢવામાં, એના વિશે વિચારવામાં વિતાવીએ છીએ, એ દરેક ક્ષણ આપણે આજને માણવામાંથી અને આવતીકાલનો વિચાર કરવામાંથી ગુમાવીએ છીએ. આપણો ભૂતકાળ ગમે તેટલો ભવ્ય હોય, છતાં પણ આપણી ગઇકાલની સફળતા આવતીકાલની ગેરંટી નહીં આપી શકે. આપણે જો…

અમદાવાદમાં બિઝનેસ કોચ

કોઇ એક માણસનો પગાર વધે, તો એને મેચ કરવા બધા જૂના માણસોનો પગાર વધારવો જોઇએ?

ધારો કે તમારા સ્ટાફમાંના કોઇ એક સ્ટાર માણસને બીજે ક્યાંક જોબની ઓફર મળે, એને અહીં કરતાં વધારે સારું પેકેજ ઓફર થાય, તો એને તમારી નોકરી છોડીને જતો રોકવા માટે તમે એને મળેલી ઓફર જેટલો જ પગાર એને કરી આપો છો. હવે, એક માણસનો પગાર વધ્યો એટલે તમારા બીજા જૂના પણ એવરેજ કક્ષાના માણસોની અપેક્ષાઓ જાગી…

વડોદરામાં માર્કેટિંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી સેવાઓ

ઉંમરનો બાધ ક્યાં નથી નડતો?

આ 10 કામો કરવા માટે તમારી ઉંમરનો બાધ નથી. આ બધું તમે ગમે ત્યારે કરી શકો છો. તમારી કરિયર તમે ગમે ત્યારે બદલી શકો છો. કોઇક કારણોસર અત્યાર સુધી જે કંઇ ધંધો-વ્યવસાય-જોબ કરી હોય એમાં મજા ન આવે, કે ધારી સફળતા ન મળે, તો એને બદલીને પોતાને મનગમતું, બીજું કંઇક કરી શકો છો. કંઇક લખવાનું ગમે…