નોકરી-ધંધામાં અને જીવનમાં એ દરેક ક્ષણ જ્યારે આપણે ભૂતકાળને વાગોળવામાં, એના પર અફસોસ કરવામાં, જે થયું એના પર બળાપો કાઢવામાં, એના વિશે વિચારવામાં વિતાવીએ છીએ, એ દરેક ક્ષણ આપણે આજને માણવામાંથી અને આવતીકાલનો વિચાર કરવામાંથી ગુમાવીએ છીએ.
આપણો ભૂતકાળ ગમે તેટલો ભવ્ય હોય, છતાં પણ આપણી ગઇકાલની સફળતા આવતીકાલની ગેરંટી નહીં આપી શકે. આપણે જો ધ્યાન નહીં રાખીએ, તો ભૂતકાળની સફળતા જ ભવિષ્યના વિકાસમાર્ગે આગળ વધવામાં બેડી બની જશે. અને ભૂતકાળની સફળતા જેટલી મોટી, આપણને રોકી શકનાર બેડીઓ એટલી જ વધારે વજનદાર.
ભવિષ્યને ભૂતકાળની બેડીઓથી મુક્ત કરો.
ભૂતકાળ વિશે વિચારવામાં વેડફાતી દરેક ક્ષણ આવતીકાલને બહેતર બનાવવાના વિચાર-વિમર્શ-પ્લાનીંગમાં વિતાવો.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3lXzVDu