ધારો કે તમારા સ્ટાફમાંના કોઇ એક સ્ટાર માણસને બીજે ક્યાંક જોબની ઓફર મળે, એને અહીં કરતાં વધારે સારું પેકેજ ઓફર થાય, તો એને તમારી નોકરી છોડીને જતો રોકવા માટે તમે એને મળેલી ઓફર જેટલો જ પગાર એને કરી આપો છો.
હવે, એક માણસનો પગાર વધ્યો એટલે તમારા બીજા જૂના પણ એવરેજ કક્ષાના માણસોની અપેક્ષાઓ જાગી જાય, અને એમને પણ પોતાનો પગાર વધે એવી આશા જાગે, તો શું તમારે એ બધાંયને પગાર વધારી આપવો જોઇએ?
ના.
તમારે મક્કમ રહેવું જોઇએ. તમને કદાચ એવો ડર હોય, કે તમારા એ જૂના માણસો નોકરી છોડીને જતા રહેશે. પણ, આમાં ચિંતા કરવા જેવું કંઇ નથી. તમારા માણસો તમારી કંપનીમાં જૂના થઇ ગયા હોવાને કારણે એમનો પગાર એમની માર્કેટ વેલ્યૂ કે એમની યોગ્યતાની સરખામણીમાં ઘણો વધી ગયો હોય છે. આ લોકો બીજે જાય, તો મોટે ભાગે તો એમને કામ મળે જ નહીં અને કદાચ મળે, તો પણ એમને અહીં જેટલું પેકેજ તો નહીં જ મળે. એની સરખામણીમાં પેલા સ્ટાર માણસને સહેલાઇથી એ બધું બીજે મળી જશે.
એટલે, જૂના પણ બિનકાર્યક્ષમ લોકોનો પગાર માત્ર લેવલ મેચ કરવા માટે વધારી આપવું ડહાપણભર્યું નથી. દરેકને એની કાબેલિયત અને માર્કેટ વેલ્યૂ અનુસાર જ પગાર આપવામાં આવે, તો જ કંપનીમાં ક્વોલિટી અને કાર્યક્ષમતાનું ધોરણ સુધરશે.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3lXzVDu