Close
અમદાવાદમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સેવાઓ

વોટ્સએપ દ્વારા ધંધાનું માર્કેટિંગ કરતી વખતે આ ધ્યાન રાખો

  1. અતિ જાહેરાતો ટાળો

વોટ્સએપ પર અલગ અલગ પ્રકારના ગ્રુપ્સમાં આપણે ભાગ લેતા હોઇએ છીએ. અમુકમાં આપણે મરજીથી, અમુકમાં મજબૂરીથી જોડાતા હોઇએ છીએ. ઘણાં ધંધાર્થીઓ પોતાના કસ્ટમરોના આવા ગ્રુપ્સ બનાવે છે. એમાં અથવા તો પોતે બીજા કોઇ ગ્રુપ્સમાં મેમ્બર હોય, એમાં લગભગ દરરોજ કે અવારનવાર પોતાની જાહેરાતો મૂકતા રહે છે. છોકરાને ભૂખ લાગે ત્યારે એ ખાય, કે આપણે એને ખાવાનું આપ્યા કરીએ ત્યારે દરેક વખતે એ ખાવા તૈયાર જ હોય?
એક જ ઓડીયન્સને વારંવાર આપણી પ્રોડક્ટની જાહેરાત કરતા રહીએ, તો એ લોકો આપણી પ્રોડક્ટ કે સર્વિસ ખરીદશે કે નહીં એ ન કહી શકાય, પણ એ કંટાળશે જરૂર. આપણી જાહેરાત વારંવાર આવતી જોઇને લોકો આપણા તમામ મેસેજીસ પર ધ્યાન આપવાનું બંધ કરે છે. આમાં નુકસાન કોનું થાય?
માત્ર જાહેરાતો આપવાને બદલે, ઓડીયન્સને રસ પડે એવું બીજું કંઇક આપો. અને એ માટે, માત્ર એમની પાસેથી પૈસા કેવી રીતે મળી શકે એના પર ફોકસ કરવાને બદલે, એમને મદદ કેવી રીતે થઇ શકે એના પર ધ્યાન આપો.
  1. ઓટો-રીપ્લાયનો  ઉપયોગ યોગ્ય રીતે કરો

વોટ્સએપના બિઝનેસ એકાઉન્ટમાં આપણને કોઇ મેસેજ મોકલે, તો એને ઓટો-રીપ્લાય મોકલવાની સુવિધા છે. આ એક ઉપયોગી ફીચર છે. પણ એનો ઉપયોગ સાચી રીતે કરવો જોઇએ. અમુક દિવસો સુધી આપણે ઉપલબ્ધ ન હોઇએ, કોઇ સ્કીમ-ઓફર-ઇવેન્ટની જાહેરાત કે બીજો કોઇ શોર્ટ-ટર્મ મેસેજ એમાં આપીએ, તો બરાબર છે.
પણ
“અમને સંપર્ક કરવા બદલ આભાર. અમે તમને તરત સંપર્ક કરીશું.”
આવો કોમન રીપ્લાય મેસેજ દરરોજ, દરેક મેસેજ કરનારને મળે, તો એની ખરાબ ઇમ્પ્રેશન પડે છે. પહેલું તો આમાં નવું શુ્ં છે? બીજું, યાદ રાખો, દરેક વોટ્સએપ મેસેજ મેળવનાર વ્યક્તિનું ધ્યાન ખેંચે છે. અને આપણને મેસેજ કરનાર દરેક વ્યકિતને દરરોજ આ એકસરખો મેસેજ દરરોજ મળે, તો એને કેવું લાગે? થોડા સમય પછી, એ સમજી જાય, કે આનો ઓટો-રીપ્લાય હશે, એટલે એને સીરીયસલી નહીં લેવાનું. અને એ પછી આપણો દરેક મેસેજ મળે, ત્યારે એના મનમાં આ સંશય રહે જ છે, કે આનો મેસેજ કામનો હશે, કે એવો જ ઓટો-રીપ્લાય હશે.
નવી ટેકનોલોજી આવે એનો ઉપયોગ કરવો, પણ કસ્ટમરની સાયકોલોજી પર એની શું અસર થાય છે, એ પહેલા વિચારવું.
  1. આપણી બ્રાન્ડને વિપરીત અસર કરે એવા બિનજરૂરી ફોરવર્ડ ટાળો

આજે આપણને એક જ ફોરવર્ડ મેસેજ-વિડિયો વગેરે અલગ ગ્રુપ્સમાં ચાર-પાંચ વખત આવે છે. ફોરવર્ડ કરી શકાય એવા મેસેજીસ બનાવવાની આખી એક ઇન્ડસ્ટ્રી ચાલે છે, જે લોકોના વોટ્સએપ ક્રેઝનો ઉપયોગ કરે છે. સારી વાતો ફોરવર્ડ કરીએ એ સારું, પણ આપણે જે મેસેજ ફોરવર્ડ કરીએ છીએ, એમાં આપણી પર્સનાલિટી છતી થાય છે, એ યાદ રાખવું. આપણને શું ગમે છે, શું નથી ગમતું, આપણે કયા સ્તર પર છીએ, એ બધુંય આપણા ફોરવર્ડ કરેલા મેસેજીસ પરથી પણ લોકોને ખબર પડી જ જાય છે, અને એના પરથી આપણું બ્રાન્ડીંગ થાય છે. મેસેજીસ ફોરવર્ડ કરવાથી સમાજ સેવા થાય એવી આપણી માન્યતા હશે, પણ વારંવારના, આપણા ઓડીયન્સમાં કોઇને ગમે છે કે નહીં એ ખબર વગર કરાયેલા ફોરવર્ડથી કોઇનું ભલું થતું નથી, માત્ર આપણી જાત છતી થાય છે.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/2UbBemF

1 thought on “વોટ્સએપ દ્વારા ધંધાનું માર્કેટિંગ કરતી વખતે આ ધ્યાન રાખો

Leave a Reply

%d bloggers like this: