Close
Sanjay Shah, SME Business Coach

સંઘર્ષ એટલે એક અદ્રશ્ય આશીર્વાદ

બિઝનેસ અને જીવનના ક્ષેત્રમાં લોકોની કરિયરનો અભ્યાસ કરીએ તો સમજાય છે કે અસલ તેજ તો એ જ રત્નોમાં હોય છે જે સમયના ઘર્ષણમાંથી પસાર થયા હોય. જેમના જીવનના પાયામાં સંઘર્ષની તપી ગયેલી ઈંટો મુકાઈ હોય, તેઓ ખરેખર ભાગ્યશાળી હોય છે. દુનિયા ભલે ઝળહળતી ઈમારતની પ્રશંસા કરે, પણ તેની મજબૂતી તો જમીનની નીચે દટાયેલા એ પથ્થરો…

વિઝનરી ધંધાર્થી: સંઘર્ષ નહીં, સમજાવટ

જે સાહસિકો પ્રણાલિકાગત ચીલાથી હટીને કશુંક ‘ડિસ્રપ્ટિવ’ (ક્રાંતિકારી) સર્જવાની મહેચ્છા રાખે છે, તેમની સફળતાની રાહ ક્યારેય નિષ્કંટક નથી હોતી. જ્યારે પણ કોઈ નવતર બિઝનેસ મોડેલ આકાર લે છે, ત્યારે તેને કાળગ્રસ્ત અને જડ થઈ ગયેલી કાયદાકીય વ્યવસ્થાઓનું સ્પીડબ્રેકર નડતું જ હોય છે. આ ટકરાવ અનિવાર્ય હોય છે. આધુનિક આવિષ્કારો અને પુરાતન વિચારસરણી કે ધારાધોરણો વચ્ચેની…

SME બિઝનેસ કોચ સંજય શાહનો ગુજરાતી બ્લોગ

આપણા ધંધાને વિકસાવવા માટે આપણા અહમને ઘરે છોડવું પડે

ધંધામાં સફળ થવા માટે માત્ર અમુક જબરદસ્ત આઇડિયા, પરફેક્ટ પ્લાનીંગ, મોટું વિઝન કે કોઇક વિષયમાં એક્ષ્પર્ટ હોવું એટલું પૂરતું નથી. એ બધું હોવા ઉપરાંત આપણા અહમને ક્યારે છોડી દેવો એ સમજણ પણ ધંધાની સફળતા માટે એટલી જ જરૂરી હોય છે. મેં “ધંધાની વાત”માં પહેલાં પણ કહ્યું છે: તમે તમારા અહમ અને તમારા પરિવાર બંનેનું ભરણપોષણ…

મહાન નેતાઓ પોતાની નિષ્ફળતાને વિનમ્રતાથી સ્વીકારે છે

નિષ્ફળતા સ્વીકારવી મુશ્કેલ હોય છે. અને મોટા બિઝનેસ લીડર માટે તો જાહેરમાં પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કરવો અને એની સંપૂર્ણ જવાબદારી લેવી તે વધુ મુશ્કેલ હોય છે. પરંતુ, અમેરિકા સ્થિત અને આખી દુનિયામાં ખૂબ સફળ કાફેની મલ્ટીનેશનલ ચેઈન સ્ટારબક્સના ભૂતપૂર્વ ચેરમેન અને સીઈઓ હાવર્ડ શલ્ટ્ઝ અલગ છે. તેઓ ચાઈનીઝ માર્કેટને ન સમજી શકવા માટે અને ચીનમાં…

બધા ધંધાઓને એકસરખા નિયમો લાગુ પાડી શકાતા નથી

દુનિયાના કોઇ પણ ખૂણે આવેલા મેકડોનાલ્ડ્સના હજારો રેસ્ટોરન્ટ્સમાંથી તમે ગમે ત્યાં જાઓ, પણ એ દરેક જગ્યાએ મેકડોનાલ્ડ્સનું બર્ગર કે બીજી કોઇ વાનગી તમને એકસરખી જ મળશે. મેકડોનાલ્ડ્સની આ પ્રોમિસ છે. એમની કાર્યપદ્ધતિમાંની એકરૂપતાની એ સાબિતી છે. જે રીતે કૂકીઝ બનાવવાનાં બીબામાંથી એક જ પ્રકારના કૂકીઝ નીકળે એ જ રીતે મેકડોનાલ્ડ્સના કોઇ પણ રેસ્ટોરન્ટમાં કોઇ પણ…

Sanjay Shah SME Business Coach Gujarati blog

કયા ધંધામાં કંઇ કર્યા વગર પૈસા કમાઇ શકાય?

ક્યારેક બહુ કામ કર્યા વગર તાત્કાલિક કમાણી થવા મંડે એવા ધંધાઓની પ્રપોઝલ આવતી હોય છે. એમાંય અમુક તો એવી પણ હોય છે, જેમાં ખાસ કંઇ કરવાનું જ ન હોય, છતાંય તમારી બેન્કમાં પૈસા આવતા રહેશે એવી લલચામણી ઓફર આપવામાં આવતી હોય છે. આવા, કંઇ કર્યા વગર તરત જ પૈસાદાર બનાવી દે એવા ધંધાઓની ઓફરો આવે,…

મહાન લોકો કેવી રીતે મહાન બનતા હોય છે?

બોલીવૂડ વિશે જેને જરાક પણ ખબર હોય, એ અમિતાભ બચ્ચનના નામથી અજાણ ન જ હોય. અને જેને એમના વિશે થોડીક ખબર હોય, એ એમની મહાનતાથી પ્રભાવિત થયું ન હોય એ પણ અસંભવ જ છે. પણ “બીગ બી” આવી તોતીંગ પર્સનાલિટી બન્યા કેવી રીતે? ૧૧ ઓક્ટોબર ૨૦૨૨ના “બીગ બી” ૮૦ વર્ષના થયા. ૮૦મા જન્મદિવસે પણ કામમાં…

નસીબદાર લોકો કેમ નસીબદાર હોય છે?

જેમને આપણે નસીબદાર ગણતા હોઇએ છીએ, એમનો, નસીબ સાથેનો સંપર્ક ખૂબ ઘનિષ્ઠ હોય છે. એ લોકો આપણી જેમ જ સામાન્ય પ્રવૃત્તિઓ કરતા જણાય છે, પણ વાસ્તવમાં એ સામાન્ય વસ્તુઓ એ રીતે કરતા હોય છે, જેનાથી નસીબ સાથેનો એમનો સંબંધ વધારે ઘનિષ્ઠ બનતો જાય છે અને તેઓ વધારે નસીબદાર થતા જાય છે. તેઓ ટી. વી. ની…