આપણી આવતીકાલનું સર્જન આપણે જ કરવાનું હોય છે.
આપણી આજ તો આવી જ પહોંચી હોય છે. એ જેવી હોય, એવી આપણે સ્વીકારવાની હોય છે. આપણા આજના સંજોગો વિશે આપણી પાસે બહુ ચોઇસ નથી હોતી. પરંતુ આપણી આવતીકાલ વિશે આપણી પાસે બે ચોઇસ હોય છે. પહેલા વિકલ્પમાં, આપણને આવતીકાલની ચિંતા હોઇ શકે.આપણી આવતીકાલની આકૃતિ કેવી હશે, એ જાણવાની તાલાવેલીને કારણે એ આવનારી કાલ ઉદ્વેગભરી…