કોઇ પણ જાતની પબ્લિસીટીની અપેક્ષા વગર કરાતું દાન એ જ ઉત્તમ દાન છે.
તકતી પર નામ લખાવવાની શરતે…
ક્યાંક ફોટો-ફ્રેમ મુકાવવાની શરતે…
કોઇક સુવેનિયરમાં ફોટો છપાવવાની શરતે…
કોઇક બોર્ડ પર દાન આપનારાઓની યાદીમાં નામ લખાવવાની શરતે…
છાપામાં કે સોશિયલ મિડિયામાં એની નોંધ લેવાય એવી અપેક્ષા સાથે…
આવી દરેક રીતે કે જેમાં દાન આપવાની સામે પ્રસિદ્ધિ મળશે એવી આશા અને ઇરાદાથી અપાયેલ દાન, એ પબ્લિક રીલેશન (પી.આર.) માટે કરાયેલ પેઇડ કોશિશોથી બહુ અલગ નથી. એ આપણી પર્સનલ બ્રાન્ડ બનાવવા માટે કરેલ માર્કેટિંગથી વિશેષ નથી.
પરંતુ, કોઇને ખબર પડે કે નહીં, કોઇ એની નોંધ લે કે નહીં, કોઇ એનો જયજયકાર કરે કે નહીં એની પરવા કર્યા વિના, આપણે કોઇકને મદદ કરવી છે, કંઇક આપવું છે એવી ભાવનાથી અપાયેલ દાન જ ઉત્તમ દાન છે.
એમ કહેવાય છે કે ખરેખરું દાન તો એને કહેવાય કે જેમાં જમણો હાથ આપતો હોય, તો ડાબાને પણ ખબર ન પડે.
કંઇક આપીને સામે કંઇક મેળવવા માટે કરેલું દાન એ દાન ઓછું અને સોદો વધારે છે.
દાન કરો પણ દાનનું માર્કેટિંગ ન કરો.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો