ઘારો કે આપણે કોઇક સાથે કોઇ એક બાબતે ચર્ચા કરીએ છીએ. થોડી વારમાં એવું થાય છે, કે એ બાબતે આપણો અને એમનો અભિપ્રાય ભિન્ન લાગવા માંડે છે.
એ ચર્ચા દલીલબાજીમાં પરિણમે છે.
આપણી અસહમતીઓ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે.
આવા વખતે, આપણા અભિપ્રાયો ભિન્ન હોવા છતાં, આપણે એકબીજાથી સહમત ન થતા હોઇએ છતાં પણ જો આપણે એમની સાથે નિખાલસતાથી ચર્ચા કરી શકીએ, આપણે કોઇ જાતના પૂર્વગ્રહ રાખ્યા વગર એમના આપણાથી વિપરીત એવા અભિપ્રાયોને પણ આપણી અસહમતી હોવા છતાં માનપૂર્વક સ્વીકારી શકીએ અને પ્રામાણિકતાપૂર્વક એમની સાથે ચર્ચા કરી શકીએ, એ જ ખરી તાકાત છે.
ઉગ્ર થઇ જવું, ગુસ્સો કરવો એ સ્વાભાવિક હોઇ શકે, પરંતુ એ એક નબળાઇ પણ છે.
આપણને અનુકૂળ ન હોય એવા સંજોગોમાં પણ સ્વસ્થતા જાળવી રાખવામાં જ ખરી ચેલેન્જ હોય છે.
એવું કરી શકવામાં જ ખરી તાકાત છે.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો