સતત ચાલતાં રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો…
ભ્રમણ એ સૃષ્ટિનો નિયમ છે. આપણી પૃથ્વી, આખાં બ્રહ્માંડના બધા ગ્રહો અને ઉપગ્રહોથી માંડીને બધું જ સતત ચાલતું-ફરતું-ભમતું રહે છે. આપણે પણ સૃષ્ટિના આ નિયમને અનુસરવો જ જોઇએ. આપણું શરીર જો હલનચલન બંધ કરી દે, તો એ નબળું પડતું જાય, એનું વજન વધી જાય. શરીરને સતત ચાલવાની આદત પાડો. સક્રિય રહો. પ્રવૃત્તિમય રહો. તમારા શરીરને માફક …