સંતાનોની ક્ષમતાને પૂરી ખીલવા દો. એમની રિસ્ક ટેકીંગ એબિલિટી ન ઘટાડો
આપણા સંતાનોને પોતાની કારકિર્દી પસંદ કરવામાં આપણાથી કેવી રીતે અજાણપણે દબાણ અપાઇ જાય છે, અને એનાથી એમની કરિયરના વિકાસની શક્યતાઓ કેવી રીતે કુંઠિત થઇ જઇ શકે છે, એના વિશે આજે વાત કરીએ. આપણે સંતાનને 20-22 વર્ષ સુધી પાળીએ, પોષીએ, મોટું કરીએ, ભણાવીએ, ગણાવીએ જેથી એ પોતાના પગભર ઊભું રહી શકે અને સ્વતંત્ર રીતે પોતાનું જીવન…