પરંતુ દરેક જણ એ ભૂલોમાંથી શીખતું નથી.
ક્યારેક આપણે ભૂતકાળમાં કરેલી ભૂલો માટે શરમ અનુભવીએ છીએ. કેટલીકવાર આપણી ભૂતકાળની ભૂલો આપણને બાનમાં જકડી રાખે છે અને આપણને આગળ વધવા નથી દેતી. પસ્તાવો અને અફસોસ આપણને અપંગ બનાવી રાખે છે. આપણે આપણી ભૂતકાળની ભૂલોને આપણને પકડી-જકડી રાખવાની, આપણને આગળ વધવાની દોટમાં પાછળ રાખવાની મંજૂરી ન આપવી જોઈએ.
આપણે બધા જ ભૂલો કરીએ છીએ. ફક્ત જેઓ કોઈ પણ પ્રયાસ કરતા નથી, તેઓ કોઈ ભૂલ કરતા નથી. એમના સિવાય બીજા બધા જ ભૂલો કરે છે. ભૂલો જીવંત રહેવાનો એક ભાગ છે. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે કે જે જીવી હોય અને એણે જીવનમાં કોઈ ભૂલ ન કરી હોય.
આપણે એ તકેદારી રાખવી જોઈએ કે આપણે એ ભૂલોમાંથી શીખીએ અને તેમને પુનરાવર્તિત નહીં કરીએ. દરેક ભૂલ એક પાઠ અને વિકાસના માર્ગ પર એક પગથિયાં જેવી બની રહેવી જોઈએ. જેઓ પોતાની ભૂલોમાંથી શીખે છે, તેઓ ખૂબ પ્રગતિ કરે છે. જેઓ પોતાના ભૂતકાળની ભૂલોની પાંગળા બનાવનારી અસરમાં અટવાયેલા રહે છે, તેઓ આગળ નથી વધી શકતા અને અટકી જાય છે.
ઉપરાંત, આપણી ભૂલોની જવાબદારી પણ આપણે પોતે જ લેવી જોઈએ. જો આપણે આપણી નિષ્ફળતાઓ અને ભૂલો માટે બીજાને દોષી ઠેરવીશું, તો આપણે ક્યારેય એ ભૂલોને દૂર નહીં કરી શકીએ. આવી વૃત્તિ આપણને ફક્ત એક સમસ્યાથી બીજી સમસ્યા તરફ લઇ ગયા કરશે. જો આપણે આપણી ક્ષમતાની ચરમસીમા સુધી પહોંચવાની ઇચ્છા રાખતા હોઇએ, તો આપણે સતત પોતાની જાતને સુધારવાનો પ્રયત્ન કરવો જ જોઇએ અને આ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે આપણાં દરેક પગલાંની સંપૂર્ણ જવાબદારી લઈએ અને આપણી ભૂલો સ્વીકારીને એમાંથી શીખીએ.
દુર્ભાગ્યે જીવન પ્રથમ વખત જ સંપૂર્ણ રીતે જીવવા માટેની કોઇ માર્ગદર્શિકા નથી આવતી. તેથી, ભૂલો થવાની ચિંતા કરવી નહીં. જીવવાનું શીખવાનો આ એક માત્ર રસ્તો છે..
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3s6uT8F