Close
રાજકોટમાં શ્રેષ્ઠ બિઝનેસ કન્સલ્ટન્ટ

શિખર પર પહોંચવા હાલના પગલા પર સો ટકા ધ્યાન આપો…

એવું કહેવાય છે કે ધીરૂભાઇ અંબાણી પેટ્રોલ પંપ પર નોકરી કરતી વખતે ગાડીઓમાં પેટ્રોલ ભરતા ત્યારે પોતાની પેટ્રોલ-ડિઝલની રીફાઇનરી ખોલવાના સપનાં જોતા.

આ કેટલું સાચું છે અને એ વખતે જ એમના મગજમાં પોતાનું સામ્રાજ્ય ઊભું કરવાની બ્લ્યુપ્રિન્ટ રેડી હતી કે નહીં એ તો એમના નજીકના કોઇ લોકો જ જાણતા હશે.

પરંતુ મોટે ભાગે લોકોના જીવનમાં ધીરૂભાઇની જેમ બધા પ્લાન પહેલેથી તૈયાર જ હોય, પછી બધું સમુંસૂતરું પાર ઉતરતું જ જાય અને એક પછી એક સિદ્ધિઓના શિખરો સર થતા જાય એવું બનતું નથી હોતું.

આપણા પણ ઘણાં સપનાઓ હોવા છતાં ઘણી વાર આપણી પાસે જીવનમાં કંઇક મોટું કરવાની તૈયારી ન હોય, એવું બની શકે. ઘણી વાર હિમતના અભાવે આપણી ઇચ્છાશક્તિ ઓછી પડે. ક્યારેક આપણા વિચારો આપણને આપણી વર્તમાન પરિસ્થિતિથી બહુ આગળ ન જવા દે.

જેને હમણાં જ કોઇ મોટી મૂંઝવણ કે સમસ્યા સતાવતી હોય, એ આવનારા દસ-વીસ વર્ષનું વિઝન કેવી રીતે ડેવલપ કરે?

આ બાબતમાં એવરેસ્ટ પર જે લોકો ચડાઇ કરે છે, એમની પાસેથી શીખવા જેવું છે. એવરેસ્ટની ચડાઇ અમુક તબક્કાઓમાં વિભાજીત કરવામાં આવતી હોય છે. એક તબક્કો પૂરો થાય અને એક પડાવ પર પહોંચ્યા બાદ નવા પડાવ પર પહોંચવાની તૈયારી થાય છે. દરેક તબક્કા દરમ્યાન ઉપર ચડતી વખતે ચડનારનું પૂરું ધ્યાન માત્ર હવે પછી લેવાનાર પગલા તરફ જ હોય, એ હમણાં આ ઘડીએ શું કરવાનું છે એના પર સંપૂર્ણ ધ્યાન આપે, તો એ એક એક પગલું એને સલામતીપૂર્વક આગલા સ્તર પર પહોંચાડી દે અને આવી જ રીતે ધીરે ધીરે એને શિખર પર પણ પહોંચાડી દે.

એને બદલે આ ઘડીએ શું કરવાનું છે એના પ્રત્યે બેધ્યાન રહીને જો એ આગળ-પાછળની ચિંતામાં પડી જાય, તો કદાચ આ ડગલામાં જ કંઇક ચૂકી જાય અને કોઇ અકસ્માતનો ભોગ બની બેસે. શિખર પર પહોંચવા માટે દરેક ઘડીએ લેવાના એક એક પગલા પર સો ટકા ધ્યાન આપવાનું હોય છે.

બસ, આપણા જીવનના ધ્યેયને હાંસલ કરવા માટે પણ આ જ કરવાની જરૂર હોય છે.

આપણા જીવનના દરેક તબક્કે પણ આપણે હમણાં શું કરવાનું છે, એના પર સો ટકા ધ્યાન આપીએ, હમણાં જે કરવાનું છે એ પરફેક્ટલી કરીને નેક્ષ્ટ લેવલ પર પહોંચીએ, ત્યાર બાદ ફરીથી એ નવા લેવલ પર જે કરવાનું હોય, એ પણ એટલી જ શ્રેષ્ઠ રીતે કરતા જઇએ, તો આપણે પણ આપણા સપનાઓના શિખર પર પહોંચી જઇએ.

કદાચ ધીરૂભાઇ અને બીજા સફળ માણસોએ પણ આ રીતે જ પ્રગતિના શિખરો સર કર્યા હશે – વન સ્ટેપ એટ એ ટાઇમ.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3s6uT8F

Leave a Reply