વોટ્સએપ દ્વારા ધંધાનું માર્કેટિંગ કરતી વખતે આ ધ્યાન રાખો
અતિ જાહેરાતો ટાળો વોટ્સએપ પર અલગ અલગ પ્રકારના ગ્રુપ્સમાં આપણે ભાગ લેતા હોઇએ છીએ. અમુકમાં આપણે મરજીથી, અમુકમાં મજબૂરીથી જોડાતા હોઇએ છીએ. ઘણાં ધંધાર્થીઓ પોતાના કસ્ટમરોના આવા ગ્રુપ્સ બનાવે છે. એમાં અથવા તો પોતે બીજા કોઇ ગ્રુપ્સમાં મેમ્બર હોય, એમાં લગભગ દરરોજ કે અવારનવાર પોતાની જાહેરાતો મૂકતા રહે છે. છોકરાને ભૂખ લાગે ત્યારે એ ખાય, કે…