Close
Sanjay Shah, SME Business Coach

સંઘર્ષ એટલે એક અદ્રશ્ય આશીર્વાદ

બિઝનેસ અને જીવનના ક્ષેત્રમાં લોકોની કરિયરનો અભ્યાસ કરીએ તો સમજાય છે કે અસલ તેજ તો એ જ રત્નોમાં હોય છે જે સમયના ઘર્ષણમાંથી પસાર થયા હોય. જેમના જીવનના પાયામાં સંઘર્ષની તપી ગયેલી ઈંટો મુકાઈ હોય, તેઓ ખરેખર ભાગ્યશાળી હોય છે. દુનિયા ભલે ઝળહળતી ઈમારતની પ્રશંસા કરે, પણ તેની મજબૂતી તો જમીનની નીચે દટાયેલા એ પથ્થરો…

Sanjay Shah, SME Business Coach

સ્થિર નેતૃત્વ, સક્ષમ ટીમ: બિઝનેસ લીડરશીપમાં પ્રેડિક્ટેબિલિટીની તાકાત

કલ્પના કરો કે તમે એક અત્યંત ભીડવાળા વ્યસ્ત રસ્તા પર ચાલી રહ્યા છો… સમય ઓછો છે અને તમને ઉતાવળ છે. તમારી બરાબર આગળ એક વ્યક્તિ ચાલી રહી છે. તમે સ્વાભાવિક રીતે જ જમણી બાજુથી એમને ઓવરટેક કરીને આગળ વધવાનો પ્રયાસ કરો છો, ત્યાં જ અચાનક પેલી વ્યક્તિ પણ જમણી તરફ ફંટાય છે. તમારો રસ્તો રોકાય…

Sanjay Shah - SME Business Coach

“સ્કેલિંગ-અપ”: ધંધાર્થીની આંતરિક સાધનાનું પરિણામ

“સ્કેલિંગ-અપ”: ધંધાર્થીની આંતરિક સાધનાનું પરિણામ જ્યારે કોઈ ધંધો સામાન્ય સીમાડાઓ ઓળંગીને અસાધારણ સફળતાના શિખરો સર કરે છે, ત્યારે તેની પાછળ માત્ર જબરદસ્ત સ્ટ્રેટેજીનું દિમાગ જ નથી હોતું, પણ તેના સૂત્રધારના વ્યક્તિત્વની સુગંધ પણ સામેલ હોય છે. સ્કેલિંગ-અપ એ માત્ર આંકડાકીય વૃદ્ધિ નથી હોતી, પરંતુ તેના લીડરના વ્યક્તિત્વનું વિસ્તરણ પણ હોય જ છે. કોઈપણ ધંધાને નેક્ષ્ટ…

વિઝનરી ધંધાર્થી: સંઘર્ષ નહીં, સમજાવટ

જે સાહસિકો પ્રણાલિકાગત ચીલાથી હટીને કશુંક ‘ડિસ્રપ્ટિવ’ (ક્રાંતિકારી) સર્જવાની મહેચ્છા રાખે છે, તેમની સફળતાની રાહ ક્યારેય નિષ્કંટક નથી હોતી. જ્યારે પણ કોઈ નવતર બિઝનેસ મોડેલ આકાર લે છે, ત્યારે તેને કાળગ્રસ્ત અને જડ થઈ ગયેલી કાયદાકીય વ્યવસ્થાઓનું સ્પીડબ્રેકર નડતું જ હોય છે. આ ટકરાવ અનિવાર્ય હોય છે. આધુનિક આવિષ્કારો અને પુરાતન વિચારસરણી કે ધારાધોરણો વચ્ચેની…

SME બિઝનેસ કોચ સંજય શાહનો ગુજરાતી બ્લોગ

આપણા ધંધાને વિકસાવવા માટે આપણા અહમને ઘરે છોડવું પડે

ધંધામાં સફળ થવા માટે માત્ર અમુક જબરદસ્ત આઇડિયા, પરફેક્ટ પ્લાનીંગ, મોટું વિઝન કે કોઇક વિષયમાં એક્ષ્પર્ટ હોવું એટલું પૂરતું નથી. એ બધું હોવા ઉપરાંત આપણા અહમને ક્યારે છોડી દેવો એ સમજણ પણ ધંધાની સફળતા માટે એટલી જ જરૂરી હોય છે. મેં “ધંધાની વાત”માં પહેલાં પણ કહ્યું છે: તમે તમારા અહમ અને તમારા પરિવાર બંનેનું ભરણપોષણ…

તમને શીખવાની કેટલી ભૂખ છે?

સફળ ધંધાર્થીઓ ભૂખ્યા હોય છે. એમને સતત આગળ વધવાની ભૂખ હોય છે. એમની ભૂખ પોતાના ધંધામાં સતત સુધારો કરતા રહેવાની, કંઇકને કંઇક શીખતા રહેવાની હોય છે. મેરીકો લિમિટેડના સ્થાપક અને ચેરમેન હર્ષ મરીવાલાને એમની કંપનીના શરૂઆતના દિવસો વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા મેં સાંભળ્યા. એ દિવસોમાં, કંપની રિટેલરોને પેરેશૂટ નારિયેળ તેલ જથ્થાબંધ પેકમાં વેચતી હતી.…

મહાન નેતાઓ પોતાની નિષ્ફળતાને વિનમ્રતાથી સ્વીકારે છે

નિષ્ફળતા સ્વીકારવી મુશ્કેલ હોય છે. અને મોટા બિઝનેસ લીડર માટે તો જાહેરમાં પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કરવો અને એની સંપૂર્ણ જવાબદારી લેવી તે વધુ મુશ્કેલ હોય છે. પરંતુ, અમેરિકા સ્થિત અને આખી દુનિયામાં ખૂબ સફળ કાફેની મલ્ટીનેશનલ ચેઈન સ્ટારબક્સના ભૂતપૂર્વ ચેરમેન અને સીઈઓ હાવર્ડ શલ્ટ્ઝ અલગ છે. તેઓ ચાઈનીઝ માર્કેટને ન સમજી શકવા માટે અને ચીનમાં…

સફળ ધંધાઓ બધાંય માટે મૂલ્ય સર્જન કરે છે.

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે હંમેશા પોતાના ધંધાઓ દ્વારા મૂલ્ય સર્જન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  આનું એક ઉદાહરણ અહીં પ્રસ્તુત છે, જેમાં વ્યક્તિગત વૈભવ વિશેનું તેમનું મંતવ્ય પણ વ્યક્ત થાય છે. થોડા વર્ષો પહેલા જ્યારે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા, ત્યારે એક ઇન્ટરવ્યુમાં એમને પૂછાયેલું: “તમે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છો. શું આ ટાઇટલ…

બધા ધંધાઓને એકસરખા નિયમો લાગુ પાડી શકાતા નથી

દુનિયાના કોઇ પણ ખૂણે આવેલા મેકડોનાલ્ડ્સના હજારો રેસ્ટોરન્ટ્સમાંથી તમે ગમે ત્યાં જાઓ, પણ એ દરેક જગ્યાએ મેકડોનાલ્ડ્સનું બર્ગર કે બીજી કોઇ વાનગી તમને એકસરખી જ મળશે. મેકડોનાલ્ડ્સની આ પ્રોમિસ છે. એમની કાર્યપદ્ધતિમાંની એકરૂપતાની એ સાબિતી છે. જે રીતે કૂકીઝ બનાવવાનાં બીબામાંથી એક જ પ્રકારના કૂકીઝ નીકળે એ જ રીતે મેકડોનાલ્ડ્સના કોઇ પણ રેસ્ટોરન્ટમાં કોઇ પણ…

Sanjay Shah SME Business Coach Gujarati blog

કયા ધંધામાં કંઇ કર્યા વગર પૈસા કમાઇ શકાય?

ક્યારેક બહુ કામ કર્યા વગર તાત્કાલિક કમાણી થવા મંડે એવા ધંધાઓની પ્રપોઝલ આવતી હોય છે. એમાંય અમુક તો એવી પણ હોય છે, જેમાં ખાસ કંઇ કરવાનું જ ન હોય, છતાંય તમારી બેન્કમાં પૈસા આવતા રહેશે એવી લલચામણી ઓફર આપવામાં આવતી હોય છે. આવા, કંઇ કર્યા વગર તરત જ પૈસાદાર બનાવી દે એવા ધંધાઓની ઓફરો આવે,…