Close

વિઝનરી ધંધાર્થી: સંઘર્ષ નહીં, સમજાવટ

જે સાહસિકો પ્રણાલિકાગત ચીલાથી હટીને કશુંક ‘ડિસ્રપ્ટિવ’ (ક્રાંતિકારી) સર્જવાની મહેચ્છા રાખે છે, તેમની સફળતાની રાહ ક્યારેય નિષ્કંટક નથી હોતી. જ્યારે પણ કોઈ નવતર બિઝનેસ મોડેલ આકાર લે છે, ત્યારે તેને કાળગ્રસ્ત અને જડ થઈ ગયેલી કાયદાકીય વ્યવસ્થાઓનું સ્પીડબ્રેકર નડતું જ હોય છે. આ ટકરાવ અનિવાર્ય હોય છે. આધુનિક આવિષ્કારો અને પુરાતન વિચારસરણી કે ધારાધોરણો વચ્ચેની…