
ધ્યાનના દુકાળ અને માહિતીના પૂર વચ્ચે તણખલું બનવું છે કે નાવિક?
આપણે સૌ માહિતી અને મનોરંજનના એક એવા મહાસાગરમાં આવી પહોંચ્યા છીએ, જેની કોઈ સીમા નથી. ઇન્ટરનેટના અફાટ વિશ્વમાં સોશિયલ મીડિયા, પોડકાસ્ટ, વેબસાઇટ્સ અને બ્લોગ્સના અસંખ્ય ટાપુઓ આપણને પોતાની તરફ સતત લલચાવી રહ્યા છે. કોઈ એક જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ (પછી એ વોટ્સએપ, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુ-ટ્યુબ હોય) આપણને કલાકો સુધી પોતાની માયાજાળમાં જકડી રાખવા…