Close
રાજકોટમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ

આપણા પ્રયત્નો નિષ્ફળ જઇ શકે, આપણે નહીં…

નિષ્ફળ જવાનો મતલબ છે કે આપણા હાલના પ્રયત્નો સફળ ન થયા. આપણા પ્રયત્નો નિષ્ફળ ગયા.

નિષ્ફળતાથી હારી જઇએ, તો પ્રયત્નો કરવાની હામ જ ન ભીડી શકીએ.

અમેરિકાના ખૂબ જ પ્રખ્યાત બાસ્કેટ બોલ પ્લેયર માઇકલ જોર્ડન, કે જેમણે પોતાની ટીમોને સૌથી વધારે વિજયો અપાવ્યા છે, કહે છે:

“હું બધી રમતો જીતી નથી શક્યો, હું પણ ઘણી રમતો હાર્યો છું. પરંતુ કોઇ પણ રમત શરુ થતાં પહેલાં હું હારી જઇશ એવી અપેક્ષા સાથે રમવાનું નથી શરુ કરતો.”

ગમે તેટલી હાર મળ્યા પછી પણ આપણો દરેક નવો પ્રયત્ન તો જીતવાની આશા અને અપેક્ષા સાથે જ હોવો જોઇએ.

યાદ રાખો

તમારા અમુક પ્રયત્નો નિષ્ફળ જશે, તો એને તમારો હવે પછીના પ્રયત્નો સુધારી શકશે.

પણ તમે પોતે હારી જશો. તો તમારા પ્રયત્નોમાં પણ હિમત નહીં રહે.

જિંદગીની રમતમાં પણ માઇકલ જોર્ડનની જેમ હંમેશાં જીતવાની આશા સાથે જ રમવાનું.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3s6uT8F

 

Leave a Reply