Close
વડોદરામાં માર્કેટિંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી સેવાઓ

ઉંમરનો બાધ ક્યાં નથી નડતો?

આ 10 કામો કરવા માટે તમારી ઉંમરનો બાધ નથી. આ બધું તમે ગમે ત્યારે કરી શકો છો.
  1. તમારી કરિયર તમે ગમે ત્યારે બદલી શકો છો. કોઇક કારણોસર અત્યાર સુધી જે કંઇ ધંધો-વ્યવસાય-જોબ કરી હોય એમાં મજા ન આવે, કે ધારી સફળતા ન મળે, તો એને બદલીને પોતાને મનગમતું, બીજું કંઇક કરી શકો છો.
  2. કંઇક લખવાનું ગમે ત્યારે શરૂ કરી શકાય. લખવા માટે કોઇ ઉંમર નથી હોતી. મારા એક ગુરુએ જીવનમાં ખૂબ લખ્યું. એટલી હદે કે લખી લખીને 70 વર્ષની વયે, એમના અંગુઠાના ટેરવા બુઠ્ઠા થઇ ગયેલા. એ વખતે, લખી નહીં શકવાથી તેમણે ટાઇપ કરવાનું ચાલુ કર્યું…!
  3. જૂના મિત્રો સાથે સંપર્ક કોઇ પણ ઉંમરે પુન: સ્થાપિત કરી શકાય. આપણી સાથે એ પણ મોટા થયા હશે ને? આજે તો સોશિયલ મિડિયા, વોટ્સએપ વગેરે મારફતે જૂના મિત્રો મળવાની શક્યતા વધી ગઇ છે.
  4. કંઇક નવું ગમે ત્યારે શરૂ કરી શકાય.
  5. કંઇક નવું ગમે ત્યારે શીખી શકાય. મેં ૪૩ વર્ષે MBAમાં એડમિશન લીધું હતું. બધા સ્ટુડન્ટ અને ઘણા પ્રોફેસરો મારાથી નાની વયના હતા.
  6. કોઇ સોશિયલ નેટવર્કમાં ગમે ત્યારે જોડાઇ શકાય છે.
  7. કોઇક નવી જગ્યાની મુલાકાત લઇ શકાય છે.
  8. પબ્લિક સ્પીકીંગ કોઇ પણ ઉંમરે શીખીને કરી શકાય છે.
  9. જેનામાં શક્તિ હોય, એવા લોકોને માર્ગદર્શન કોઇ પણ ઉંમરે આપી શકાય છે.
  10. કોઇ પણ ઉંમરે ખડખડાટ હસી શકાય છે. કંઇ નહીં તો મરક મરક તો થઇ જ શકાય છે ને?
બોલો, ઉંમરનો બાધ અહીં નડે એમ છે?

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3lXzVDu

Leave a Reply

%d bloggers like this: