Close
SME બિઝનેસ કોચ સંજય શાહનો ગુજરાતી બ્લોગ

આપણા ધંધાને વિકસાવવા માટે આપણા અહમને ઘરે છોડવું પડે

ધંધામાં સફળ થવા માટે માત્ર અમુક જબરદસ્ત આઇડિયા, પરફેક્ટ પ્લાનીંગ, મોટું વિઝન કે કોઇક વિષયમાં એક્ષ્પર્ટ હોવું એટલું પૂરતું નથી. એ બધું હોવા ઉપરાંત આપણા અહમને ક્યારે છોડી દેવો એ સમજણ પણ ધંધાની સફળતા માટે એટલી જ જરૂરી હોય છે. મેં “ધંધાની વાત”માં પહેલાં પણ કહ્યું છે: તમે તમારા અહમ અને તમારા પરિવાર બંનેનું ભરણપોષણ…

મહાન નેતાઓ પોતાની નિષ્ફળતાને વિનમ્રતાથી સ્વીકારે છે

નિષ્ફળતા સ્વીકારવી મુશ્કેલ હોય છે. અને મોટા બિઝનેસ લીડર માટે તો જાહેરમાં પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કરવો અને એની સંપૂર્ણ જવાબદારી લેવી તે વધુ મુશ્કેલ હોય છે. પરંતુ, અમેરિકા સ્થિત અને આખી દુનિયામાં ખૂબ સફળ કાફેની મલ્ટીનેશનલ ચેઈન સ્ટારબક્સના ભૂતપૂર્વ ચેરમેન અને સીઈઓ હાવર્ડ શલ્ટ્ઝ અલગ છે. તેઓ ચાઈનીઝ માર્કેટને ન સમજી શકવા માટે અને ચીનમાં…

સફળ ધંધાઓ બધાંય માટે મૂલ્ય સર્જન કરે છે.

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે હંમેશા પોતાના ધંધાઓ દ્વારા મૂલ્ય સર્જન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  આનું એક ઉદાહરણ અહીં પ્રસ્તુત છે, જેમાં વ્યક્તિગત વૈભવ વિશેનું તેમનું મંતવ્ય પણ વ્યક્ત થાય છે. થોડા વર્ષો પહેલા જ્યારે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા, ત્યારે એક ઇન્ટરવ્યુમાં એમને પૂછાયેલું: “તમે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છો. શું આ ટાઇટલ…

મહાન લોકો કેવી રીતે મહાન બનતા હોય છે?

બોલીવૂડ વિશે જેને જરાક પણ ખબર હોય, એ અમિતાભ બચ્ચનના નામથી અજાણ ન જ હોય. અને જેને એમના વિશે થોડીક ખબર હોય, એ એમની મહાનતાથી પ્રભાવિત થયું ન હોય એ પણ અસંભવ જ છે. પણ “બીગ બી” આવી તોતીંગ પર્સનાલિટી બન્યા કેવી રીતે? ૧૧ ઓક્ટોબર ૨૦૨૨ના “બીગ બી” ૮૦ વર્ષના થયા. ૮૦મા જન્મદિવસે પણ કામમાં…

નસીબદાર લોકો કેમ નસીબદાર હોય છે?

જેમને આપણે નસીબદાર ગણતા હોઇએ છીએ, એમનો, નસીબ સાથેનો સંપર્ક ખૂબ ઘનિષ્ઠ હોય છે. એ લોકો આપણી જેમ જ સામાન્ય પ્રવૃત્તિઓ કરતા જણાય છે, પણ વાસ્તવમાં એ સામાન્ય વસ્તુઓ એ રીતે કરતા હોય છે, જેનાથી નસીબ સાથેનો એમનો સંબંધ વધારે ઘનિષ્ઠ બનતો જાય છે અને તેઓ વધારે નસીબદાર થતા જાય છે. તેઓ ટી. વી. ની…