Close

તમને શીખવાની કેટલી ભૂખ છે?

સફળ ધંધાર્થીઓ ભૂખ્યા હોય છે. એમને સતત આગળ વધવાની ભૂખ હોય છે. એમની ભૂખ પોતાના ધંધામાં સતત સુધારો કરતા રહેવાની, કંઇકને કંઇક શીખતા રહેવાની હોય છે. મેરીકો લિમિટેડના સ્થાપક અને ચેરમેન હર્ષ મરીવાલાને એમની કંપનીના શરૂઆતના દિવસો વિશે એક ઇન્ટરવ્યૂમાં વાત કરતા મેં સાંભળ્યા. એ દિવસોમાં, કંપની રિટેલરોને પેરેશૂટ નારિયેળ તેલ જથ્થાબંધ પેકમાં વેચતી હતી.…

દરિયાઇ મોજ આપણને શું શીખવી શકે?

ગઇકાલે ઓટના સમયે બીચ પર ગયા ત્યારે દરિયાનું પાણી પાછળ જતું રહેલું. દરિયાની રેતી પર ચાલતાં જોયું કે મારા જેવા અનેકનાં પગલાંનાં નિશાન દરિયાની ભીની રેતી પર પડેલાં હતાં. મધરાતની ભરતી પછી સુંદર, સ્વચ્છ અને સપાટ બનેલો દરિયાનો એ પટ મારા જેવા અનેક લોકોના ચાલવા-દોડવાથી, ક્રિકેટ કે બીજી કોઇ રમત રમવાથી રગદોળાઇ ગયો હતો. અનેક…

મહાન નેતાઓ પોતાની નિષ્ફળતાને વિનમ્રતાથી સ્વીકારે છે

નિષ્ફળતા સ્વીકારવી મુશ્કેલ હોય છે. અને મોટા બિઝનેસ લીડર માટે તો જાહેરમાં પોતાની નિષ્ફળતાનો સ્વીકાર કરવો અને એની સંપૂર્ણ જવાબદારી લેવી તે વધુ મુશ્કેલ હોય છે. પરંતુ, અમેરિકા સ્થિત અને આખી દુનિયામાં ખૂબ સફળ કાફેની મલ્ટીનેશનલ ચેઈન સ્ટારબક્સના ભૂતપૂર્વ ચેરમેન અને સીઈઓ હાવર્ડ શલ્ટ્ઝ અલગ છે. તેઓ ચાઈનીઝ માર્કેટને ન સમજી શકવા માટે અને ચીનમાં…

સફળ ધંધાઓ બધાંય માટે મૂલ્ય સર્જન કરે છે.

એમેઝોનના સ્થાપક જેફ બેઝોસે હંમેશા પોતાના ધંધાઓ દ્વારા મૂલ્ય સર્જન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.  આનું એક ઉદાહરણ અહીં પ્રસ્તુત છે, જેમાં વ્યક્તિગત વૈભવ વિશેનું તેમનું મંતવ્ય પણ વ્યક્ત થાય છે. થોડા વર્ષો પહેલા જ્યારે તેઓ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ હતા, ત્યારે એક ઇન્ટરવ્યુમાં એમને પૂછાયેલું: “તમે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છો. શું આ ટાઇટલ…

બધા ધંધાઓને એકસરખા નિયમો લાગુ પાડી શકાતા નથી

દુનિયાના કોઇ પણ ખૂણે આવેલા મેકડોનાલ્ડ્સના હજારો રેસ્ટોરન્ટ્સમાંથી તમે ગમે ત્યાં જાઓ, પણ એ દરેક જગ્યાએ મેકડોનાલ્ડ્સનું બર્ગર કે બીજી કોઇ વાનગી તમને એકસરખી જ મળશે. મેકડોનાલ્ડ્સની આ પ્રોમિસ છે. એમની કાર્યપદ્ધતિમાંની એકરૂપતાની એ સાબિતી છે. જે રીતે કૂકીઝ બનાવવાનાં બીબામાંથી એક જ પ્રકારના કૂકીઝ નીકળે એ જ રીતે મેકડોનાલ્ડ્સના કોઇ પણ રેસ્ટોરન્ટમાં કોઇ પણ…

Sanjay Shah SME Business Coach Gujarati blog

કયા ધંધામાં કંઇ કર્યા વગર પૈસા કમાઇ શકાય?

ક્યારેક બહુ કામ કર્યા વગર તાત્કાલિક કમાણી થવા મંડે એવા ધંધાઓની પ્રપોઝલ આવતી હોય છે. એમાંય અમુક તો એવી પણ હોય છે, જેમાં ખાસ કંઇ કરવાનું જ ન હોય, છતાંય તમારી બેન્કમાં પૈસા આવતા રહેશે એવી લલચામણી ઓફર આપવામાં આવતી હોય છે. આવા, કંઇ કર્યા વગર તરત જ પૈસાદાર બનાવી દે એવા ધંધાઓની ઓફરો આવે,…

Sanjay Shah SME Business Coach Gujarati Blog

આપણા ઓવરકોન્ફીડન્સને વિનમ્રતાની લગામ લગાવીએ

જીવનના અનેક તબક્કાઓમાં આપણને એવું લાગે છે કે હવે મને બધી ખબર પડી ગઇ છે. હવે હું જીવનની ગમે તેવી સમસ્યાઓનો સામનો કરવા સજ્જ છું. હવે કંઇ પણ થશે, તો આઇ કેન હેન્ડલ ઇટ. સ્કૂલની કોઇ પરીક્ષા આપતી વખતે, કોઇક સ્પર્ધામાં ભાગ લેતી વખતે, કોઇક જોબ માટે (કે સંભવિત ભાવિ જીવનસાથી સાથે) ઇન્ટરવ્યૂ વખતે આપણે…

મહાન લોકો કેવી રીતે મહાન બનતા હોય છે?

બોલીવૂડ વિશે જેને જરાક પણ ખબર હોય, એ અમિતાભ બચ્ચનના નામથી અજાણ ન જ હોય. અને જેને એમના વિશે થોડીક ખબર હોય, એ એમની મહાનતાથી પ્રભાવિત થયું ન હોય એ પણ અસંભવ જ છે. પણ “બીગ બી” આવી તોતીંગ પર્સનાલિટી બન્યા કેવી રીતે? ૧૧ ઓક્ટોબર ૨૦૨૨ના “બીગ બી” ૮૦ વર્ષના થયા. ૮૦મા જન્મદિવસે પણ કામમાં…

તમારી બ્રાન્ડને ચીલાચાલુ પ્રણાલીનો શિકાર ન બનવા દો

હમણાં દિવાળી આવશે. અનેક ધંધાઓ પોતાના ગ્રાહકોને, સપ્લાયરોને, ઓળખીતાંઓને ડિજિટલ ગ્રીટિંગ કાર્ડ મોકલશે. કેમ? કેમ કે આપણા જેવા બધાંય ધંધાઓ દરેક તહેવારમાં એવું કરે છે, એટલે આપણે પણ કરવાનું. કેમ કે આવા કાર્ડ ડિઝાઇન કરાવીને ફટાફટ મોકલી દેવાનો ચીલો પડી ગયો છે. કેમ કે ડિજિટલ ગ્રીટિંગ કાર્ડ મોકલવું સહેલું છે. પણ એ સાથે એ પણ…

આપણને કોઇ ચિંતા સતાવે ત્યારે એમાંથી બહાર કેવી રીતે નીકળવું?

આપણને અનેક પ્રકારની ચિંતાઓ અવારનવાર સતાવતી હોય છે. આપણે કોઇ સમસ્યામાંથી પસાર થવાના છીએ, અને એ સમસ્યા કાલ્પનિક હોય તો પણ એમાંથી બહાર નીકળવાનો આપણને માર્ગ  સૂઝતો ન હોય, ત્યારે આપણને ઘણી તકલીફ થાય છે. આપણને એ સમસ્યા હોય એના કરતાં બહુ મોટી ભાસે છે. આપણું મન ઘણા અળવીતરા વિચારો કરે છે, અને સ્વયંસર્જિત પીડા પ્રદેશમાં અનિચ્છાએ વિહરવા માંડે છે. આવે વખતે મનને ચિંતામુક્ત કેવી રીતે કરવું? આપણે જે દુનિયામાં રહીએ છીએ, એમાં જે અબજો લોકો રહે છે, એ બધાની જિંદગીઓ પણ આપણા જીવનને સમાંતર ચાલતી હોય છે. આપણે ભલે અલગ અલગ દેશોમાં રહેતા હોઇએ, આપણી ચામડીના રંગો જુદા હોય, આપણે અલગ ભાષા બોલતા હોઇએ, અલગ ધર્મ કે કલ્ચરના ભાગ હોઇએ તો પણ આપણા અસ્તિત્વના પાયામાં એક સમાન મનુષ્યતા ધબકે છે. આપણે ગમે તેટલા ભિન્ન લાગતા હોઇએ, બેઝિકલી આપણા બધામાં ઘણી સમાનતાઓ છે. આપણા જીવનમાં ઘણી એકસૂત્રતા છે, એટલે એકબીજાના જીવનમાંથી આપણને પરસ્પર ઉપયોગી થઇ શકે એવું ઘણું માર્ગદર્શન મેળવી શકી છીએ. આપણને ચિંતા થાય ત્યારે આપણે આ હકીકત યાદ કરવી જોઇએ. આપણે જે સમસ્યાના આગમન વિશે ચિંતિત હોઇએ, એવી જ સમસ્યામાંથી આપણા સંપર્કમાં હોય એવું કોઇક અથવા આપણે જેમના વિશે કોઇ માધ્યમે જાણતા હોઇએ એવું કોઇક એમાંથી પસાર થઇ જ ચૂક્યું હોય છે અથવા તો હાલમાં પસાર થઇ રહ્યું હોય છે. ક્યારેક તો આપણને જે કાલ્પનિક સમસ્યા સતાવતી હોય, એના કરતાં અનેકગણી મોટી વાસ્તવિક સમસ્યામાંથી કોઇક પસાર થયું હોય છે. આપણે એવા કોઇને ઓળખતા ન હોઇએ અથવા આપણને એની જાણ ન હોય તો પણ આપણી કાલ્પનિક સમસ્યા જેવી કે એનાથી અનેકગણી મોટી સમસ્યાઓ દુનિયામાં અનેક લોકોએ હલ કરી જ હોય છે, એ આપણે યાદ રાખવું જોઇએ. જો એ લોકો એ સમસ્યામાંથી માર્ગ કાઢી શક્યા, આપણે જેની માત્ર કલ્પના કરીને ડરીએ છીએ, એ તકલીફમાંથી ખરેખર માર્ગ કાઢીને તેઓ ટકી રહી શક્યા એ વાત આપણે સમજીએ તો આપણી કાલ્પનિક સમસ્યા જે આપણને બહુ બિહામણી લાગતી હતી, એ આપણને નજીવી લાગવા મંડશે. તો, જ્યારે કોઇ વાતની ચિંતા પરેશાન કરે ત્યારે આ વાત  યાદ રાખવી કે આપણી ચિંતા યુનિક  નથી. આ દુનિયામાં અનેક લોકો જો એમાંથી હેમખેમ પસાર થઇ શક્યા હોય, એનો મતલબ કે એનો ઉકેલ શક્ય છે જ, આપણા જેવા જ લોકોને એ ઉકેલ મળ્યો છે અને આપણે પણ એમાંથી નીકળી જઇ શકીશું. સો, ડોન્ટ વરી… બી હેપી… – સંજય શાહ SME બિઝનેસ કોચ