તો ઈર્ષ્યા, અદેખાઈને તિલાંજલિ આપી દો. બીજાનું સુખ આપણને દુ:ખી શું કામ કરવું જોઇએ?
નાની મોટી વાતોથી ચીડાવાને બદલે નાની નાની વાતોમાંથી પણ આનંદ શોધવાનુ્ં શીખી લો.
આવક કરતાં ખર્ચને વધવા નહીં દો. ઉધારની મજા કરતાં મર્યાદાની મસ્તી માણો.
સમસ્યાઓના સાગરની વચ્ચોવચ્ચ સ્મિતનો એક સુંદર ટાપુ લીલોછમ રાખો. ગમે તે થાય, કંઇ પણ આપણા હાસ્યને છીનવી ન શકવું જોઇએ.
તમે મહાન છો એનું સર્ટિફિકેટ બીજા કોઇક પાસેથી મેળવવાની આશા છોડી દો. તમે મહાન હો કે નહીં, પરંતુ તમે જે છો એ બરાબર જ છો, એટલું યાદ રાખો અને એ માટે ગામમાંથી કોઇ પુરાવો ન આપે, તો બિલકુલ ચિંતા નહીં કરો.
તમને મહાન બનવામાં મદદ ન કરી શકે તો કંઇ નહીં પણ તમારી ભૂલો દર્શાવીને તમને હીન અનુભવ કરાવવાનો એકેય મોકો ચૂકતા ન હોય એવા લોકોથી દૂર રહો.
પોતે જે છો નહીં એવા દેખાડવાનો દંભ કરો નહીં અને પોતે છે એના કરતાં પોતાને વધારે સારા દેખાડવાની કોશિશોમાં સદાય વ્યસ્ત રહેતા દંભીઓની સંગત કરો નહીં.
કોઇકની જિંદગીમાં શું થયું, કોણે શું કરવું જોઇતું હતું એવી બધી ગામની પંચાત કરવાને બદલે તમારા પોતાના કર્તવ્ય પર ધ્યાન આપો. તમારે શું કરવું જોઇએ એ કરો.
બસ, આટલું કરો…