Close

આપણને કોઇ ચિંતા સતાવે ત્યારે એમાંથી બહાર કેવી રીતે નીકળવું?

આપણને અનેક પ્રકારની ચિંતાઓ અવારનવાર સતાવતી હોય છે. આપણે કોઇ સમસ્યામાંથી પસાર થવાના છીએ, અને એ સમસ્યા કાલ્પનિક હોય તો પણ એમાંથી બહાર નીકળવાનો આપણને માર્ગ  સૂઝતો ન હોય, ત્યારે આપણને ઘણી તકલીફ થાય છે. આપણને એ સમસ્યા હોય એના કરતાં બહુ મોટી ભાસે છે. આપણું મન ઘણા અળવીતરા વિચારો કરે છે, અને સ્વયંસર્જિત પીડા પ્રદેશમાં અનિચ્છાએ વિહરવા માંડે છે. આવે વખતે મનને ચિંતામુક્ત કેવી રીતે કરવું? આપણે જે દુનિયામાં રહીએ છીએ, એમાં જે અબજો લોકો રહે છે, એ બધાની જિંદગીઓ પણ આપણા જીવનને સમાંતર ચાલતી હોય છે. આપણે ભલે અલગ અલગ દેશોમાં રહેતા હોઇએ, આપણી ચામડીના રંગો જુદા હોય, આપણે અલગ ભાષા બોલતા હોઇએ, અલગ ધર્મ કે કલ્ચરના ભાગ હોઇએ તો પણ આપણા અસ્તિત્વના પાયામાં એક સમાન મનુષ્યતા ધબકે છે. આપણે ગમે તેટલા ભિન્ન લાગતા હોઇએ, બેઝિકલી આપણા બધામાં ઘણી સમાનતાઓ છે. આપણા જીવનમાં ઘણી એકસૂત્રતા છે, એટલે એકબીજાના જીવનમાંથી આપણને પરસ્પર ઉપયોગી થઇ શકે એવું ઘણું માર્ગદર્શન મેળવી શકી છીએ. આપણને ચિંતા થાય ત્યારે આપણે આ હકીકત યાદ કરવી જોઇએ. આપણે જે સમસ્યાના આગમન વિશે ચિંતિત હોઇએ, એવી જ સમસ્યામાંથી આપણા સંપર્કમાં હોય એવું કોઇક અથવા આપણે જેમના વિશે કોઇ માધ્યમે જાણતા હોઇએ એવું કોઇક એમાંથી પસાર થઇ જ ચૂક્યું હોય છે અથવા તો હાલમાં પસાર થઇ રહ્યું હોય છે. ક્યારેક તો આપણને જે કાલ્પનિક સમસ્યા સતાવતી હોય, એના કરતાં અનેકગણી મોટી વાસ્તવિક સમસ્યામાંથી કોઇક પસાર થયું હોય છે. આપણે એવા કોઇને ઓળખતા ન હોઇએ અથવા આપણને એની જાણ ન હોય તો પણ આપણી કાલ્પનિક સમસ્યા જેવી કે એનાથી અનેકગણી મોટી સમસ્યાઓ દુનિયામાં અનેક લોકોએ હલ કરી જ હોય છે, એ આપણે યાદ રાખવું જોઇએ. જો એ લોકો એ સમસ્યામાંથી માર્ગ કાઢી શક્યા, આપણે જેની માત્ર કલ્પના કરીને ડરીએ છીએ, એ તકલીફમાંથી ખરેખર માર્ગ કાઢીને તેઓ ટકી રહી શક્યા એ વાત આપણે સમજીએ તો આપણી કાલ્પનિક સમસ્યા જે આપણને બહુ બિહામણી લાગતી હતી, એ આપણને નજીવી લાગવા મંડશે. તો, જ્યારે કોઇ વાતની ચિંતા પરેશાન કરે ત્યારે આ વાત  યાદ રાખવી કે આપણી ચિંતા યુનિક  નથી. આ દુનિયામાં અનેક લોકો જો એમાંથી હેમખેમ પસાર થઇ શક્યા હોય, એનો મતલબ કે એનો ઉકેલ શક્ય છે જ, આપણા જેવા જ લોકોને એ ઉકેલ મળ્યો છે અને આપણે પણ એમાંથી નીકળી જઇ શકીશું. સો, ડોન્ટ વરી… બી હેપી… – સંજય શાહ SME બિઝનેસ કોચ

નસીબદાર લોકો કેમ નસીબદાર હોય છે?

જેમને આપણે નસીબદાર ગણતા હોઇએ છીએ, એમનો, નસીબ સાથેનો સંપર્ક ખૂબ ઘનિષ્ઠ હોય છે. એ લોકો આપણી જેમ જ સામાન્ય પ્રવૃત્તિઓ કરતા જણાય છે, પણ વાસ્તવમાં એ સામાન્ય વસ્તુઓ એ રીતે કરતા હોય છે, જેનાથી નસીબ સાથેનો એમનો સંબંધ વધારે ઘનિષ્ઠ બનતો જાય છે અને તેઓ વધારે નસીબદાર થતા જાય છે. તેઓ ટી. વી. ની…

તમે કેટલા જવાબદાર છો?

ગુજરાતી ડ્રામામાં અનેકવાર જોયું છે કે એમાંના પુરુષ પાત્રને સવારે કામ પર જતી વખતે એનું વોલેટ, મોબાઇલ, કાર કે બાઇકની ચાવી, બેલ્ટ કે શૂઝ વગેરે નથી મળતાં. આગલા દિવસે એણે એ બધું ક્યાંક આડુંઅવળું મૂકી દીધું હોય અને દરરોજ એની પત્ની એને આ બધું શોધી આપે. ડ્રામામાં તો કોઇકે લખેલું હોય અને ડાયરેક્ટરે સમજાવ્યું હોય…

સંજય શાહ બિઝનેસ કોચ Sanjay Shah SME Business Coach

લાંબું અને સફળ જીવન જીવવું છે?

તો ઈર્ષ્યા, અદેખાઈને તિલાંજલિ આપી દો. બીજાનું સુખ આપણને દુ:ખી શું કામ કરવું જોઇએ? નાની મોટી વાતોથી ચીડાવાને બદલે નાની નાની વાતોમાંથી પણ આનંદ શોધવાનુ્ં શીખી લો. આવક કરતાં ખર્ચને વધવા નહીં દો. ઉધારની મજા કરતાં મર્યાદાની મસ્તી માણો. સમસ્યાઓના સાગરની વચ્ચોવચ્ચ સ્મિતનો એક સુંદર ટાપુ લીલોછમ રાખો. ગમે તે થાય, કંઇ પણ આપણા હાસ્યને…