હું કચ્છી છું…
અમે દરેક ક્ચ્છીને અમારી કચ્છીયતનું ગૌરવ હોય છે.
દરેકને પોતાની ભૂમિનું ગૌરવ હોય. હોવું જ જોઇએ.
મને પણ છે.
“હું કચ્છી છું” એ અમે ખુશીથી કહીએ છીએ, કેમ કે અમારી આ સૂકી ભૂમિએ અમને જીવનમાં હંમેશાં લાગણીઓની ભીનાશ જાળવી રાખવાનું શીખવ્યું હોય છે. અછત અને અભાવમાં પણ લીલાલહેર શોધવાની કળા આ ધરતીએ અમને આપી હોય છે. આખા વિશ્વમાં જઇને સાહસને શોધવાની પ્રેરણા અને હિમત આ પ્રદેશ અમને આપે છે.
કચ્છે પોતાની મીઠાશ એના દરેક સંતાનમાં ભાવનાપૂર્વક ખોબલે ખોબલે સીંચી હોય છે. અને એટલે જ માણસ હોવાની મીઠાશ કેવી હોય, એનું ઉદાહરણ અહીંનો એક એક કચ્છી માડુ પોતાના મીઠા વર્તનથી જગતને આપે છે. કચ્છની અંદર પણ અનેક જ્ઞાતિઓ પરસ્પર પ્રેમ અને માનપૂર્વક સાથે રહે છે, જીવનને ઉત્સવ બનાવીને ઉજવે છે.
હું મારી દરેક ઓળખાણમાં, “હું કચ્છી છું” એ જરૂર કહું છું, કારણ કે એક ભારતીય અને એક ગુજરાતી હોવા બાદ એ ત્રણ શબ્દો એ મારી મુખ્ય ઓળખાણ છે.
મને અને મારા જેવા લાખો કચ્છીઓને અસ્તિત્વનું ઓજસ આપનાર અમારી માતૃભૂમિનો આજે ખાસ દિવસ છે.
એવી અમારી માતૃભૂમિને નમન…
મારા કચ્છી ભાઇ-બહેનોને પ્રેમપૂર્વક વધાઇયું…
અમારી કચ્છીયતને સ્વીકારીને તમારા સ્નેહ અને સહકારથી એને શણગારવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર….
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3s6uT8F