૧. બધાંયને ખુશ કરવાની કોશિશ
ગમે તેટલી કોશિશ કરશો તો પણ અમુક લોકો તો નાખુશ રહેશે જ. થોડુંક અને અમુકને અવગણતાં પણ શીખો.
૨. નવિનતાનો ડર
આપણને જૂનું તેટલું સોનું લાગે એ સમજી શકાય.
પણ પરિવર્તન વગર પ્રગતિ શક્ય નથી. નવું અપનાવો. ડરો નહીં.
૩. ભૂતકાળમાં રહેવાની આદત
ભૂતકાળ ભવ્ય હોય, તો પણ રહેવું તો વર્તમાનમાં જ પડે ને?
અને જો ભૂતકાળ ભયાનક હોય, તો વર્તમાન જેવો આશિર્વાદ ક્યાં મળે?
ભૂતકાળને મનમાંથી ભગાડો.
૪. પોતાની જાતને બીજાંથી નીચી માનવી
બીજાં સાથે સરખામણી કરીને આપણે આપણી જાતની કીમત ઓછી આંકતા હોઇએ, તો એનાથી કારણ વગરની ઉપાધી થશે. આપણે જે કંઇ છીએ, એ બરાબર જ છીએ.
૫. જરૂર કરતાં વધારે વિચારવું
કલ્પના કરવી સારી, પણ એના ઘોડા નેગેટિવ દિશામાં દોડે, તો ખરાબ.
અતિ વિચાર કલ્પનાશક્તિને ગેરમાર્ગે લઇ જઇને એને ચિંતામાં પરિવર્તિત કરે છે.
જરુર કરતાં વધારે ખાવું અને જરૂર કરતાં વધારે વિચારવું – બન્ને હાનિકારક છે.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3m68A1L