ઘણીવાર અમુક ધંધાર્થીઓ આવું કહેતાં સંભળાય છે:
“હું મારા સ્ટાફને મારા ફેમિલી મેમ્બર ગણું છું. અમારી કંપનીમાં સ્ટાફમાં બધાંય એક ફેમિલીની જેમ કામ કરે છે.”
આ ખરેખર સાચું હોય, તો આપણે એ દરેકની સાથે એવો વ્યવહાર કરવો જોઇએ જેવો આપણે આપણા સંતાનો કે કુટુંબીજનો સાથે કરતાં હોઇએ.
જો નિયમોની બાબતમાં આપણે સ્ટાફને અને પરિવારને અલગ કરી નાખતા હોઇએ, પક્ષપાત કરીએ, તો આ ફેમિલીવાળી વાત માત્ર એક થીયરી છે.
આપણા પ્રેક્ટીકલ અને થિયરીમાં ફરક છે, આપણી વાતો પોકળ છે, એવું આપણા સ્ટાફને સમજાતું હોય છે.
આપણું પ્રેક્ટીકલ વર્તન એવું હોવું જોઇએ કે ફેમિલીવાળી થીયરી સ્ટાફને સાચી લાગે.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3jZCnqs