ઘણી વાર ધંધામાં જૂના માણસોની જડતા, લાગણીઓની અપરિપક્વતા ધંધાને આગળ વધારવામાં નડતર બને છે. જૂના માણસો આપણને શરૂઆતના સમયમાં ખૂબ કામ આવ્યા હોય છે. પરંતુ ધંધાની સાઇઝ વધતાં પ્રોબ્લેમ્સના પ્રકાર બદલે છે. એમાં ઘણાં પરિવર્તનો કરવાં પડે છે. ખુલ્લા મન વગર એ થઇ શકતું નથી. ઘણાં જૂના માણસો પોતાનું મહત્ત્વ કે સત્તા જતી રહેશે એ ડરથી અથવા તો શિક્ષણ કે જાણકારીના અભાવે પોતાની જાતને બદલી શકતા નથી. વિકાસના માર્ગે આવી જડતા અવરોધરૂપ બને છે. ધંધાના વિકાસમાં એમની અણસમજ કે કમજોરીઓને તમારી મજબૂરી નહીં બનવા દો.
ધંધામાં નવી વિચારસરણી, નવું લોહી, નવું જોમ, નવી તાજગી નહીં આવે, તો ધંધો વાસી થઇ જશે. હરીફાઇમાં ટકી નહીં શકે.
એમને આ વસ્તુ સમજાવો. આ નવા રૂટની યાત્રામાં તેઓ નવી વિચારસરણી સાથે પૂરેપૂરા દિલો-દીમાગથી સહભાગી બને એવી પૂરેપૂરી કોશિશ કરો. પેસેન્જર ન જ માને, તો બસ એની રાહ જોયા વગર આગળ જવી જોઇએ. પેસેન્જર માટે બસ પોતાનો રૂટ કે સ્પીડ ન બદલે. તમારે જૂના માણસોને સાચવી રાખવા હોય, કૃતજ્ઞતાના ભાવે એમને કાઢી ન નાખવા હોય, તો એમને કશેક નુકસાન ન થાય એવી જગ્યાએ પાર્કીંગ કરો. ધંધા પર એમની સ્વભાવગત આડઅસરને બાયપાસ કરો. ધંધાના નિર્ણયો નક્કર વાસ્તવિકતાની જરૂરિયાતોને આધારે લો. લાગણીઓને એમાં વચ્ચે ન લાવો.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/37Mt87n