આવો ડાયલોગ ક્યારેક સાંભળવા મળે છે:
“અમારા સ્ટાફને કે મેનેજરોને આટલું પણ સમજાતું નથી?”
આપણા બધાં માણસોને આપણા ધંધામાં ક્યારે શું કરવું જોઇએ, એ સમજાતું હોત, તો બધાંય પોતપોતાના ધંધા ચલાવતા હોત. બધાંય પોતે શેઠ જ હોત. આપણને કામ કરનાર કોઇ મળત જ નહીં.
અલગ અલગ ક્ષમતા, સ્વભાવ, ખૂબીઓ, ખામીઓ અને ખાસિયતો ધરાવતા લોકોને સામેલ કરીને એક ટીમ તરીકે કાર્યરત કરવા હોય, તો અવારનવાર આપણા અમુક સ્ટાફ મેમ્બરોને સમજાવવું પડશે, શિખવાડવું પડશે. આપણી ટીમને ડેવલપ કરવી એ આપણી જવાબદારી છે. બિઝનેસના લીડર તરીકે આ આપણું સૌથી મહત્ત્વનું કામ છે.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3xTj0Ep