Close
વડોદરામાં શ્રેષ્ઠ બ્રાન્ડીંગ કન્સલ્ટન્ટ

એક માણસની ભૂલની બધાંને સજા ન આપો…

એક માણસની ભૂલની બધાંને સજા ન આપો
એક સ્ટાફ મેમ્બરે કંઇક ભૂલ કરી. શેઠ ભડક્યા. જોરથી, બધાને સંભળાય એવી રીતે બોલ્યા:
“તમને લોકોને કંઇ આવડતું જ નથી. બધા નક્કામા છો. અહીં આવીને ખાલી ખાલી કામ વધારો છો.”
એક માણસને એની ભૂલનું ફીડબેક આપતી વખતે “તમને લોકોને”,  “તમને બધાંને” આવા બધા ડાયલોગ મારીને આપણે આખી ટીમના બાકીના સભ્યોને કારણ વગર મેટરમાં સામેલ કરીને આપણી વિરુદ્ધ સંગઠિત થવા અને આપણા અંગે ગ્રંથિ બાંધવા પ્રેરીએ છીએ.
જેણે ભૂલ કરી હોય, એને એકલા બોલાવીને ફીડબેક આપો. બધાંયને કારણ વગર મામલામાં સામેલ ન કરો. બધાંયને એક સાથે ખરાબ લાગે એવું નેગેટિવ ફીડબેક ન જ આપો.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3yWYrYO

Leave a Reply