નેગેટિવ એટીટ્યૂડના માણસોને ટીમમાંથી દૂર કરો
તમારા સ્ટાફ મેમ્બરોમાં અમુક એવા તત્ત્વો હોઇ શકે કે જે નેગેટિવ એટીટ્યૂડ ધરાવતા હોય. આવા લોકો હંમેશાં માલિકો માટે માથાના દુ:ખાવા સમાન હોય છે. તેઓમાં શિસ્તનો અભાવ હોય છે. તેઓ બીજા સ્ટાફ મેમ્બરોને હંમેશાં નડતા જ હોય છે. કસ્ટમરો સાથે પણ તેઓ હંમેશાં કોઇ ને કોઇ મગજમારી કરતા જ હોય. આવી પ્રજાને સાચવી લેવા માટે તમે એમને સમજાવો કે બીજા કોઇ રોલમાં સેટ કરવાની કોશિશો કરો. સામાન્યત: બહુ ફરક નહીં પડે. મોટે ભાગે નેગેટિવ એટીટ્યૂડની બિમારીનો કોઇ ઇલાજ હોતો નથી.
એક કેરી સડી જાય, તો એને દૂર કરવામાં જ ભલું છે. નહીંતર આખી ટોપલી સડશે.
જનરલ્લી, સમજાવવાથી દુ:ખાવા સુધરતા નથી. દવા કરવી પડે. એક્શન લેવું પડશે.
માથાના દુ:ખાવાને જેટલું જલદી દૂર કરશો એટલી શાંતિથી બાકીના બીજાં બધાંય કામ કરી શકશો.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3yWYrYO