અમુક લોકો સાથે થોડાક દિવસોનો સહિયારો પ્રવાસ કરવાનો હોય, તો એને માટે પણ એ બધાંયને કેટલી બધી બાબતોની માહિતી આપવી પડે છે? ક્યાં, ક્યારે, કેવી રીતે જવાનું છે, ત્યાં ક્યાં રહેવાનું છે, શું કરવાનું છે, એ બધુંય બધાંયને ક્લીયરલી સમજાય, તો જ પ્રવાસ સંપૂર્ણ સફળ થાય.
આપણો ધંધો એ પ્રવાસ કરતાં વધારે કોમ્પ્લીકેટેડ છે. આપણા માણસો કે જે વર્ષો સુધી આપણા ધંધાની વિકાસયાત્રામાં આપણી સાથે જોડાય છે, એમને પણ આપણે ક્યાં, કઇ દિશામાં, કેટલા સમયમાં, કેવી રીતે પહોંચવાનું છે, એના માટે શું કરવું જરૂરી છે, એ બધુંય બધાંયને સમજાવીએ, તો આપણી વિકાસયાત્રા પણ સફળ થાય.
અમુક લોકોનું ધ્યાન કે સમજ શક્તિ ઓછી પણ હોય. એમને કદાચ વારંવાર પણ સમજાવવું પડે.
આપણા ધંધાના વિઝનમાં આપણા સ્ટાફ મેમ્બરોને સામેલ કરવા જોઇએ.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3gfgKBv