Close
વડોદરામાં બિઝનેસ કન્સલ્ટીંગ સેવાઓ

જીવનમાં આનંદ પામવા માટે કરવા જેવું

જીવનમાં આનંદ પામવા આટલું કરો:

પ્રતિભાવ આપતાં પહેલાં જરા થોભીને વિચારો

વગર વિચાર્યે પ્રતિભાવ આપવાથી, રીએક્ટ કરવાથી ઘણી તકલિફો સર્જાતી હોય છે. થોડુંક થોભી જઇએ, તો ઘણી સમસ્યાઓ ઊભી જ નહીં થાય; ઘણા “સોરી” બોલવા જ નહીં પડે; ઘણાં મનામણાની જરૂર જ નહીં પડે.

ખર્ચતાં પહેલાં કમાઓ

પોતાના કમાવેલા પૈસા ખર્ચ કરવામાં સલામતી છે, આત્મ ગૌરવ છે, ગરિમા છે. ઉધારના પૈસામાં એક પરાધીનતા છે, અસહાયતા છે. ચેનની, સ્વમાનની જિંદગી જીવવી હોય, તો પહેલાં જાતે કમાવીને ખર્ચ કરવાની આદત વિકસાવો. આસાનીથી મળતી લોન પાછળથી તકલિફો વધારતી હોય છે.

કોઇની ટીકા કરતાં પહેલાં પોતે કામ કરો

ટીકા કરવી આસાન છે. કરવું મુશ્કેલ છે. કોઇએ બનાવેલી વાનગીમાં શું કમી છે, એ શોધવું આસાન છે. કંઇ પણ બનાવવું અઘરું છે. આપણે પોતે કંઇક કરવાની કોશિશ કરીએ, તો આપણને બનાવવાના પ્રયત્નોની કીમત સમજાશે, અને ટીકા કરવાની ઇચ્છા ઘટશે.

હથિયાર હેઠાં મૂકતાં પહેલાં હજી એક વાર કોશિશ કરો

ઘણીવાર સફળતા એક જ પગલું દૂર હોય છે, ત્યારે આપણે હિમત હારી જતા હોઇએ છીએ. ફરી એક વાર કોશિશ કરો. હથિયાર હેઠાં નહીં મૂકો.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3m68A1L

Leave a Reply

%d bloggers like this: