Close
સુરતમાં બિઝનેસ કન્સલ્ટીંગ સેવાઓ

સતત સંપર્કની સાઇડ-ઇફેક્ટ્સ કેવી રીતે અટકાવવી? (ભાગ-3)

શબ્દોને પકડી નહીં રાખો. વાતનુ્ં વતેસર નહીં કરો. જ્યારે અમુક લોકો લાંબો સમય સુધી સાથે રહે, ત્યાંરે એકબીજા વચ્ચેના એમના સંવાદ-કોમ્યુનિકેશનથી અમુક તકલિફો ઊભી થઇ શકે છે. કોઇકના બોલેલા શબ્દોથી બીજાને ખરાબ લાગી જાય, એ એનો ઊંધો અર્થ કાઢે અને પછી વાતનું વતેસર થાય, એવું બને. આવે વખતે સંવાદ માથાકૂટમાં પરિવર્તિત ન થાય એનું ધ્યાન…

સુરતમાં બિઝનેસ કોચ

સતત સંપર્કની સાઇડ-ઇફેક્ટ્સ કેવી રીતે અટકાવવી? (ભાગ-2)

ડોન્ટ ટેક યોર ફેમિલી મેમ્બર્સ સિરિયસલી.  આપણી સાથે રહેતા તમામ લોકો આપણા પતિ કે પત્ની, આપણા માતા-પિતા, આપણા ભાઇ-બહેન, આપણા સંતાનો કે આપણા કોઈ પણ બીજા સગાંઓ કે જે ચાર દિવાલોની અંદર આપણી સાથે રહે છે, પરિવારની એ બધી વ્યક્તિઓના મૂડ એકસરખા હોય, ત્યાં સુધી આપણા સહજીવનની નાવ બહુ શાંતિથી ચાલતી રહે છે. પરંતુ બધાના મૂડ…

સુરતમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સેવાઓ

સતત સંપર્કની સાઇડ-ઇફેક્ટ્સ કેવી રીતે અટકાવવી? (ભાગ-1)

લોક-ડાઉનની આ અભૂતપૂર્વ પરિસ્થિતિએ આપણને બધાને અલગ જ પ્રકારના સંજોગોમાં મૂકી દીધા છે. આપણા જીવનની એક કસોટી સમાન આ સમય છે, અને દુર્ભાગ્યે જગતમાં કોઇ પણ આવી પરિસ્થિતિમાંથી અગાઉ પસાર થયું નથી, એટલે એમાંથી કેવી રીતે હેમખેમ બહાર નીકળવું એનું માર્ગદર્શન પણ ક્યાંય ઉપલબ્ધ નથી. આપણા ધંધા-નોકરીમાં શું કરવું કે ન કરવું એવી અપાર મૂંઝવણો…

સુરતમાં બ્રાન્ડીંગ કન્સલ્ટન્સી સેવાઓ

લોક-ડાઉનમાં આપણી આસપાસ મોજુદ કુદરતની કરામતોને અન-લોક કરીએ

આપણે બહારગામ ફરવા માટે કોઇ કુદરતી સૌંદર્યસભર જગ્યાએ જઇએ તો ત્યાં આપણને શાંત સવારે વિવિધ પ્રકારના પક્ષીઓના મધુર અવાજો સાંભળવા મળે છે. અમુક બીચની જગ્યાઓ કે હીલ સ્ટેશનો પર રમણીય સન-રાઇઝ કે સન-સેટ રચાતું હોય છે અને એને જોવા માટે ટૂરિસ્ટો ખાસ પ્રોગ્રામ બનાવીને ત્યાં એ સમયે અચૂક પહોંચે છે અને સૂર્યોદય કે સૂર્યાસ્તની એ ક્ષણના…

અમદાવાદમાં માર્કેટિંગ કન્સલ્ટીંગ સેવાઓ

લોક-ડાઉનમાં કુતૂહલને અન-લોક કરો…!

અમારું ઘર રેલ્વે ટ્રેકની ખૂબ નજીક છે, એટલે સામાન્ય દિવસોમાં લગભગ દર બીજી મિનિટે એક લોકલ કે બહારની ટ્રેન પસાર થવાનો અવાજ આવતો જ રહે. આપણા જીવનની એક વાસ્તવિકતા હોય છે કે જે અનુભવ આપણને દરરોજ થતો હોય, એની બહુ નોંધ આપણે લેતા નથી. જાણે કે એની આદત પડી જાય છે…! ઘાટકોપરમાં અમુક ઘરોમાં પ્લેનના…

અમદાવાદમાં બિઝનેસ કન્સલ્ટન્સી સેવાઓ

ભવિષ્યને ભૂતકાળની બેડીઓથી મુક્ત કરો

નોકરી-ધંધામાં અને જીવનમાં એ દરેક ક્ષણ જ્યારે આપણે ભૂતકાળને વાગોળવામાં, એના પર અફસોસ કરવામાં, જે થયું એના પર બળાપો કાઢવામાં, એના વિશે વિચારવામાં વિતાવીએ છીએ, એ દરેક ક્ષણ આપણે આજને માણવામાંથી અને આવતીકાલનો વિચાર કરવામાંથી ગુમાવીએ છીએ. આપણો ભૂતકાળ ગમે તેટલો ભવ્ય હોય, છતાં પણ આપણી ગઇકાલની સફળતા આવતીકાલની ગેરંટી નહીં આપી શકે. આપણે જો…